કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ નાણાં મંત્રી સાથે મુલાકાત કરી, શિક્ષણ ક્ષેત્ર માટેના બજેટ 2026-27 પર વિશ્વાસ વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ): કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને, ગુરુવારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી અને તેમને શિક્ષણ ક્ષેત્રની આકાંક્ષાઓથી વાકેફ કર્યા. શાળા અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવા સંબંધિત વિવિધ વિચા
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી


નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ): કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને, ગુરુવારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી અને તેમને શિક્ષણ ક્ષેત્રની આકાંક્ષાઓથી વાકેફ કર્યા. શાળા અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવા સંબંધિત વિવિધ વિચારો અને દરખાસ્તો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.

સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાને જણાવ્યું હતું કે, બેઠકમાં શિક્ષણ, સંશોધન, નવીનતા અને કૌશલ્ય વિકાસને મજબૂત બનાવવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની પરંપરાને ધ્યાનમાં રાખીને, બજેટ 2026-27 શિક્ષણ, સંશોધન, નવીનતા અને કૌશલ્ય વિકાસમાં વધુ મોટા અને બોલ્ડ રોકાણો જોશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આવા રોકાણો રોજગાર આધારિત વિકાસને વેગ આપવા અને વિકસિત ભારત ના લક્ષ્યને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande