
નવી દિલ્હી, 09 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય સિનેમાએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા: ચેપ્ટર 1' એ, ઓસ્કાર રેસમાં સ્થાન મેળવીને દેશને ગૌરવ અપાવ્યું છે. અનુપમ ખેરની ફિલ્મ 'તનવી ધ ગ્રેટ' ને 98મા એકેડેમી એવોર્ડ્સ માટે શ્રેષ્ઠ ફિલ્મ શોર્ટલિસ્ટમાં પણ સામેલ કરવામાં આવી છે. 2026ના ઓસ્કાર માટે કાઉન્ટડાઉન શરૂ થતાં, આ બે ભારતીય ફિલ્મોની એન્ટ્રીને એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.
'કાંતારા: ચેપ્ટર 1' ટીમ તરફથી પ્રતિક્રિયા:
'કાંતારા: ચેપ્ટર 1' ના નિર્માતાઓએ, આ ઐતિહાસિક સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. ટીમ દ્વારા શેર કરાયેલી પોસ્ટમાં, લખ્યું હતું કે, આપણા સંસ્કૃતિમાં મૂળ અને દિવ્યતાથી પ્રેરિત 'કાંતારા: ચેપ્ટર 1' ને 2026ના એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ફિલ્મ રેસમાં સામેલ કરવામાં આવી છે, તે અમારા માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે.
ઋષભ શેટ્ટી દ્વારા અભિનીત અને દિગ્દર્શિત, આ ફિલ્મ 2 ઓક્ટોબર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તે 2022 ની સુપરહિટ ફિલ્મ કાંતારા ની પ્રિકવલ છે, જેને દર્શકો અને વિવેચકો તરફથી જબરદસ્ત પ્રશંસા મળી હતી. ઓસ્કાર રેસમાં તેની હાજરીએ, ભારતીય સિનેમાનું વૈશ્વિક સ્તર વધુ ઊંચું કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ