પ્રધાનમંત્રી મોદીએ, સોમનાથ ધામનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું
નવી દિલ્હી, 9 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ​​સોમનાથ ધામના મહિમાને યાદ કરતા કહ્યું કે, તેનો ભવ્ય વારસો સદીઓથી લોકોની ચેતનાને જાગૃત કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, સોમનાથ ધામમાંથી વહેતી દૈવી ઉર્જા આવનારા યુગો સુધી શ્રદ્ધા, હિંમત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 9 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ​​સોમનાથ ધામના મહિમાને યાદ કરતા કહ્યું કે, તેનો ભવ્ય વારસો સદીઓથી લોકોની ચેતનાને જાગૃત કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, સોમનાથ ધામમાંથી વહેતી દૈવી ઉર્જા આવનારા યુગો સુધી શ્રદ્ધા, હિંમત અને આત્મસન્માનનો દીવો પ્રગટાવતી રહેશે.

પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ સોમનાથ ધામના આધ્યાત્મિક મહત્વને ઉજાગર કરતો એક સંસ્કૃત શ્લોક પણ શેર કર્યો:

આદિનાથેન શર્વેણ સર્વપ્રાણિહિતાય વૈ ।આદ્યતત્વાન્યતાનિયં ક્ષેત્રમેતન્મહાપ્રભામ ।પ્રભાસિતં મહાદેવી યત્ર સિદ્યન્તિ માનવઃ ।

આ શ્લોકનો અર્થ એ છે કે, આ વિસ્તારને આદિનાથ ભગવાન શિવ દ્વારા તમામ જીવોના કલ્યાણ માટે પવિત્ર કરવામાં આવ્યો છે. આ સ્થાન આદિમ તત્વોથી ભરેલું, ખૂબ જ પ્રભાવશાળી અને મહાન છે.

હે દેવી, આ પ્રભાસ ક્ષેત્ર એક પવિત્ર સ્થળ છે, જ્યાં માનવીઓ તેમના જીવનના લક્ષ્યો અને સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સોમનાથ ધામ માત્ર એક મંદિર નથી, પરંતુ ભારતની શાશ્વત સંસ્કૃતિ, અટલ શ્રદ્ધા અને આત્મસન્માનનું જીવંત પ્રતીક છે. તેમણે કહ્યું કે સોમનાથ દેશને દરેક યુગમાં આત્મવિશ્વાસ અને પુનર્નિર્માણ માટે પ્રેરણા આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande