સેઢાલના ઇમરાનભાઈ સુમરાએ હજ યાત્રા પહેલાં સેવાકાર્ય કરી સમરસતાનો સંદેશ આપ્યો
પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.)સેઢાલ ગામના ઇમરાનભાઈ સુમરા મક્કાની પવિત્ર હજ યાત્રાએ જતાં પહેલાં સેવાકીય પ્રવૃત્તિઓ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને ભોજન કરાવ્યું હતું તેમજ જરૂરિયાતમંદ પરિવાર
સેઢાલના ઇમરાનભાઈ સુમરાએ હજ યાત્રા પહેલાં સેવાકાર્ય કરી સમરસતાનો સંદેશ આપ્યો


સેઢાલના ઇમરાનભાઈ સુમરાએ હજ યાત્રા પહેલાં સેવાકાર્ય કરી સમરસતાનો સંદેશ આપ્યો


પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.)સેઢાલ ગામના ઇમરાનભાઈ સુમરા મક્કાની પવિત્ર હજ યાત્રાએ જતાં પહેલાં સેવાકીય પ્રવૃત્તિઓ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને ભોજન કરાવ્યું હતું તેમજ જરૂરિયાતમંદ પરિવારોને દાન આપીને મદદરૂપ બન્યા હતા. તેમના આ સેવાકાર્યથી ગામમાં સામાજિક સમરસતા અને ભાઈચારાનો સંદેશ ફેલાયો હતો.

આ પ્રસંગે મૌલવીજીએ ઉપસ્થિત લોકોને જગતના કલ્યાણ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સહયોગી બનવાનો બોધ આપ્યો હતો. કાર્યક્રમમાં સરપંચ મયુદ્દીનભાઈ, પૂર્વ સરપંચ બાબુભાઈ પટેલ, કાળાજી, ગોવિંદભાઈ, ઉપસરપંચ વેરશીજી ઠાકોર સહિત ગામના આગેવાનો, શાળાના આચાર્ય પંડ્યાજી અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના આગેવાનોએ ઇમરાનભાઈ અને તેમના પરિવારને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા અને તેમની હજ યાત્રા સુખરૂપ રહે તેવી દુવાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ઇમરાનભાઈ સુમરા અને મયુદ્દીનભાઈ અગાઉ પણ શાળાના બાળકોને ડ્રેસ વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપી ચૂક્યા છે. એટલું જ નહીં, હિન્દુ મંદિરોમાં પણ દાન આપીને તેમણે ધાર્મિક સૌહાર્દ અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો છે. તેમના આવા સેવાકાર્યો ગામમાં માનવતા, પરસ્પર સહયોગ અને કોમી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande