અટલનગર-ચપરેડીમાં વિકાસની નવી ભેટ: ₹64 લાખનાં કામોનું લોકાર્પણ, ₹30 લાખનાં નવા કાર્યોનું ખાતમુહૂર્ત
BKT કંપનીના સહયોગથી નવનિર્મિત શેડનું ઉદ્ઘાટન; મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ગામના સર્વાંગી વિકાસ, જળસંચય અને સામાજિક એકતા પર મૂક્યો ભાર કચ્છ, 13 ઓક્ટોબર (હિ.સ.) : ગામના વિકાસને નવી ગતિ આપવા અને ગ્રામજનોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે અટલ
અટલનગર-ચપરેડીમાં વિકાસની નવી ભેટ


અટલનગર-ચપરેડીમાં વિકાસની નવી ભેટ


અટલનગર-ચપરેડીમાં વિકાસની નવી ભેટ


અટલનગર-ચપરેડીમાં વિકાસની નવી ભેટ


BKT કંપનીના સહયોગથી નવનિર્મિત શેડનું ઉદ્ઘાટન; મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ગામના સર્વાંગી વિકાસ, જળસંચય અને સામાજિક એકતા પર મૂક્યો ભાર

કચ્છ, 13 ઓક્ટોબર (હિ.સ.) : ગામના વિકાસને નવી ગતિ આપવા અને ગ્રામજનોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે અટલનગર-ચપરેડી ખાતે વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. BKT કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ મંજૂર થયેલા ₹64 લાખના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને વધુ ₹30 લાખના નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ગામમાં વિકાસનાં નવાં આયામો ઉમેરાવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મંત્રી ત્રિકમભાઈ છાંગાનું ગ્રામ પંચાયતની ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BKT કંપનીના અધિકારીઓ સહિત આહિર સમાજના પ્રમુખ ભુરાભાઈ આહિર, જિલ્લા પંચાયતના સભ્ય ધનજીભાઈ ચાવડા, તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ ગીતાબેન આહિર, રાજેશભાઈ કાગી, મામલતદાર, વિસ્તરણ અધિકારી મીરાબેન અને તલાટી હરપાલસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સતીશભાઈ છાંગા, એચ.આર. આહિર, લક્ષ્મણ ગાગલ, રમેશભાઈ કેરાશીયા, આસપાસનાં ગામોના સરપંચો, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.

સમારોહને સંબોધતાં મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ગામના વિકાસ માટે સામૂહિક એકતા અને સહકારનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગામના સર્વાંગી વિકાસ માટે સૌએ પરસ્પર સંકલન જાળવીને સાથે મળીને આગળ વધવું જોઈએ. સોશિયલ મીડિયા પર ફેલાતી ભડકાઉ અને નકારાત્મક પોસ્ટથી દૂર રહીને સમાજમાં શાંતિ, સદભાવના અને ભાઈચારાનું વાતાવરણ જાળવવા પણ તેમણે અપીલ કરી હતી.

મંત્રીશ્રીએ આવનારી પેઢીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જળસંચયનાં કામોને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પાણીની સમસ્યાનો સામનો કરવા માટે અત્યારથી જ યોગ્ય આયોજન અને પાણીના સંરક્ષણ માટે સામૂહિક પ્રયાસો અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ડબલ એન્જિન સરકાર છેવાડાનાં ગામો સુધી વિકાસ પહોંચાડવા કટિબદ્ધ હોવાનું જણાવતાં તેમણે લોકહિતનાં કાર્યો સતત ચાલુ રહેવાની ખાતરી વ્યક્ત કરી હતી.

અટલનગર-ચપરેડીમાં યોજાયેલા આ કાર્યક્રમથી ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન મળવાની સાથે આગામી સમયમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ થવાની આશા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande