વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને રૂ. ૭૦૦ કરોડથી વધુની સહાય
જિલ્લાના ૧.૫૩ લાખથી વધુ ખેડૂતોને મળતો સીધો આર્થિક લાભ જુનાગઢ, 13 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ ખેડૂતોને ખેતીકાર્ય માટે આર્થિક સહાય મળી રહે અને તેમના પરનો બોજ હળવો થાય તેવા ઉદ્દેશથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવ
વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને રૂ. ૭૦૦ કરોડથી વધુની સહાય


-જિલ્લાના ૧.૫૩ લાખથી વધુ ખેડૂતોને મળતો સીધો આર્થિક લાભ

જુનાગઢ, 13 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ ખેડૂતોને ખેતીકાર્ય માટે આર્થિક સહાય મળી રહે અને તેમના પરનો બોજ હળવો થાય તેવા ઉદ્દેશથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ખેડૂતોના બેંક ખાતામાં અત્યાર સુધીમાં રૂ. ૭૦૦ કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી છે. હાલમાં જિલ્લાના ૧.૫૩ લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ઉત્કર્ષ માટે 'GYAN' આગવી વિભાવના આપી છે. આ 'GYAN' એટલે નોલેજ નહીં પણ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. આમ, વડાપ્રધાનએ અન્નદાતા ખેડૂતોને કેન્દ્રમાં રાખ્યા છે અને તેમના ઉત્કર્ષ માટેની અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મૂકી છે. જેમાંની મહત્વપૂર્ણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. જેના મારફત રોકડ સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેથી શરૂ કરેલી જનસેવાની યાત્રાના ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. જેને ગુજરાત સરકાર સેવા સંકલ્પ અભિયાન તરીકે ઉજવણી કરી રહી છે. એક માસના આ અભિયાન હેઠળ પ્રજાલક્ષી સરકારી સેવાઓ અને યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટેનો ઉપક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે વિગતે વાત કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૯માં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ હતી. ૧૦૦ ટકા કેન્દ્ર સહાયિત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૩ જેટલા હપ્તાનું ચુકવણું કરવામાં આવ્યું છે. હાલમાં જિલ્લાના ૧ લાખ ૫૩ હજારથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. ૨૦૧૯થી જિલ્લાના ખેડૂતોના બેંક ખાતામાં અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૭૦૦ કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોની આવક વધે તે માટે અને ખાસ કરીને ખેડૂતોને ખેતીકાર્યના નાના-મોટા ખર્ચને પહોંચી વળવા માટે આ સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ વર્ષમાં પાકની ત્રણેય સિઝનને ધ્યાને રાખીને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. આમ, વાર્ષિક ત્રણ હપ્તામાં કુલ રૂ. ૬૦૦૦ની સહાય ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે, જેના અવિરતપણે ૨૩ જેટલા હપ્તાની ચુકવણી થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોની સમૃદ્ધિ અને આવક વધાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ મહત્ત્વપૂર્ણ યોજનાઓનું અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande