ભાવનગરના અવાણીયા ખાતે મહિલા ખેડૂતોને, પ્રાકૃતિક ખેતી અને ગૃહઉદ્યોગની તાલીમ અપાઈ
ભાવનગર, 15 ઓક્ટોબર (હિ.સ.)આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન દિવસ નિમિત્તે આત્મા પ્રોજેક્ટ, ભાવનગર દ્વારા અવાણીયા સ્થિત વિવેકાનંદ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (VRTI) ખાતે મહિલા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી, કિચન કેનિંગ,
મહિલાઓને તાલીમ આપવામાં આવી


ભાવનગર, 15 ઓક્ટોબર (હિ.સ.)આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન દિવસ નિમિત્તે આત્મા પ્રોજેક્ટ, ભાવનગર દ્વારા અવાણીયા સ્થિત વિવેકાનંદ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (VRTI) ખાતે મહિલા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી, કિચન કેનિંગ, ગૃહઉદ્યોગ અને મહિલાઓ માટેની સરકારી સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે VRTIના કિશોરસિંહ ગોહિલે, સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર જે. એન. પરમારે પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવી મહિલાઓને આ પદ્ધતિ અપનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ઘોઘાના એનઆરએલએમના ટીએલએમ વર્ષાબેન મોદીએ, સખી મંડળો દ્વારા મહિલાઓની આજીવિકા વધારવા અને સ્વરોજગારની તકો ઊભી કરવા અંગે માહિતી આપી હતી. જ્યારે આઈસીડીએસનાં મુખ્ય સેવિકા હસ્તીબેન હુંણે સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ મળતી વિવિધ સહાય અને સેવાઓ વિશે સમજણ આપી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સણોસરાનાં વિષય નિષ્ણાત શીલાબેન બોરીચાએ મહિલાઓના પોષણ અને વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ લીંબુનો સ્ક્વોશ બનાવવાનું પ્રાયોગિક નિદર્શન કરીને કૃષિ પેદાશોમાંથી ઘરેલુ ઉદ્યોગ શરૂ કરવાની તક અંગે સમજ આપી હતી.જેસરનાં બાગાયત અધિકારી આસીફાબેન ખાને, બાગાયત વિભાગની મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપી હતી. તેમણે ફળો અને શાકભાજીના પરિરક્ષણ, સંગ્રહ તથા મૂલ્યવર્ધન અંગે માર્ગદર્શન આપીને વિવિધ પ્રક્રિયાઓનું નિદર્શન પણ કર્યું હતું.

આ તાલીમ કાર્યક્રમના અંતે એફટીસીના ખેતી નિરીક્ષક મુનાભાઈ ધાપાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આત્મા પ્રોજેક્ટના એટીએમ દિલીપભાઈ કુવાડિયા અને ખેતી નિરીક્ષક મુનાભાઈ ધાપાએ કર્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી મહિલા ખેડૂતોને, પ્રાકૃતિક ખેતી, પોષણ, કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન અને ગૃહઉદ્યોગ દ્વારા સ્વરોજગાર મેળવવા અંગે ઉપયોગી જાણકારી મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande