AAP ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા પીધી, સુરત સિવિલમાં વેન્ટિલેટર પર સારવાર
સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.): નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. 35 વર્ષીય શાંતિલાલને, ગંભીર હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્
Younger Brother Consumes Poison


સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.): નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. 35 વર્ષીય શાંતિલાલને, ગંભીર હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મેડિકલ ICUમાં તેમની સારવાર ચાલી રહી છે. પરિવારના સભ્ય જેલમાં હોવાથી તેઓ લાંબા સમયથી માનસિક તણાવમાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

સુરત સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ પારુલ વડગામાના જણાવ્યા અનુસાર, શાંતિલાલ વસાવાને ઓર્ગેનોફોસ્ફરસ પોઇઝનિંગની અસર થઈ છે. હાલમાં તેઓ વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ ગંભીર છે. તબીબોની દેખરેખ હેઠળ તેમને જરૂરી દવાઓ, IV ફ્લૂઇડ્સ, નેબ્યુલાઇઝેશન સહિતની સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો નથી અને તેઓ ભાનમાં પણ નથી.

બીજી તરફ, સાત વર્ષની જેલની સજા ભોગવી રહેલા ચૈતર વસાવાએ પોતાના નાના ભાઈને મળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં વચગાળાના જામીનની અરજી કરી છે. નવેમ્બર 2023માં વન વિભાગના અધિકારી સાથે મારામારી, ધમકી અને હવામાં ફાયરિંગના આરોપો સંબંધિત કેસમાં નર્મદા કોર્ટે ચૈતર વસાવા, તેમનાં પત્ની શકુંતલા વસાવા સહિત નવ આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. 23 જૂન, 2026ના રોજ તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. અગાઉ સપ્ટેમ્બર 2026માં વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે હાઈકોર્ટે ચૈતર વસાવાને સાત દિવસના જામીન આપ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande