

ગાંધીનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના કુડાસણ ખાતે નિર્માણ પામેલ નવીન ‘નિરાયા હોસ્પિટલ’નું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક મેડિકલ સાધનો અને સુવિધાઓનું નિરીક્ષણ કરી તબીબો અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ નવીન સ્પેશિયાલિટી સેન્ટર શરૂ થવાથી ગાંધીનગર અને આસપાસના વિસ્તારના નાગરિકોને પેટ-પાચનતંત્ર તથા કાન-નાક-ગળા ના રોગોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર અને સર્જરી હવે સ્થાનિક સ્તરે જ સરળતાથી મળી રહેશે.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રિટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જે.એસ પટેલ સહિત મુખ્ય તબીબ ડૉ. નીલ બી. પટેલ અને ડૉ. ખુશાલી એન. પટેલ સહિત તેમના પરિવારજનો, આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ