વેરાવળ સમસ્ત ખારવા સમાજ – સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય રંગીલો રાસોત્સવ યોજાયો
ગીર સોમનાથ 19 ઓક્ટોબર (હિ.સ.) : વેરાવળ સમસ્ત ખારવા સમાજ – સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય રંગીલો રાસોત્સવ યોજાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના માનનીય પોલીસ અધિક્ષક (SP) પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ અવસરે SP એ માતાજીની આરતી
વેરાવળ સમસ્ત ખારવા સમાજ


ગીર સોમનાથ 19 ઓક્ટોબર (હિ.સ.) : વેરાવળ સમસ્ત ખારવા સમાજ – સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય રંગીલો રાસોત્સવ યોજાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના માનનીય પોલીસ અધિક્ષક (SP) પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ અવસરે SP એ માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ દમજીભાઈ ફોફંડી, અધ્યક્ષ લખમભાઈ ભેંસલા, વેરાવળ - સોમનાથ નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ તથા MPEDA ભારત સરકારના વાઇસ ચેરમેન જગદીશભાઈ ફોફંડી દ્વારા માનનીય S.P. સાહેબનું સન્માન સાથે ભાવભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં જ્યારે અનેક સ્થળોએ ગરબીમાં ભાગ લેવા માટે મોંઘી ટિકિટો લેવી પડે છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી નિઃશુલ્ક ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ સેવાભાવી પરંપરા સમગ્ર સમાજ માટે ગૌરવ સમાન છે.

અહીં કોઈ ઊંચ-નીચનો ભેદ નથી, કોઈ ટિકિટનો બોજ નથી — દરેક સમાજના દીકરા-દીકરીઓ એક જ મેદાનમાં સાથે ગરબે ઘૂમીને સામાજિક એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપે છે. માતાજીની આરાધના સાથે ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવાનો આ એક અનોખો પ્રયાસ છે.

રંગીલો રાસોત્સવ માત્ર ગરબી પૂરતો સીમિત નથી, પરંતુ નવી પ્રતિભાઓને ઓળખવાનું અને તેમને પ્રોત્સાહન આપવાનું એક સુંદર મંચ પણ છે. દરરોજ યોજાતી સ્પર્ધાઓ અને વિજેતાઓને અપાતા પુરસ્કારો ખૈલૈયાઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જગાવે છે.

૧૬ વર્ષની અવિરત પરંપરા, નિઃશુલ્ક પ્રવેશ અને સૌને સાથે લઈને ચાલવાનો સંકલ્પ – આ જ છે રંગીલો રાસોત્સવની સાચી ઓળખ!

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande