‘લાગણીઓના ગરબા’ : કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવાનો દ્વારા આમ્રપાલી સંધ્યાજીવન કુટિરના વૃદ્ધ વડીલો સાથે ગરબે ઘૂમ્યા
ગાંધીનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વનેતૃત્વ ટીમ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત પીંડારડા સ્થિત આમ્રપાલી સંધ્યાજીવન કુટિર (વૃદ્ધાશ્રમ) ખાતે ‘લાગણીઓના ગરબા’ નામે એક અનોખા અને લાગણીસભર
લાગણીઓના ગરબા


લાગણીઓના ગરબા


લાગણીઓના ગરબા


લાગણીઓના ગરબા


ગાંધીનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વનેતૃત્વ ટીમ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત પીંડારડા સ્થિત આમ્રપાલી સંધ્યાજીવન કુટિર (વૃદ્ધાશ્રમ) ખાતે ‘લાગણીઓના ગરબા’ નામે એક અનોખા અને લાગણીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભ એમ. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સર્વનેતૃત્વના પૂર્વ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આશરે ૫૫ વડીલો અને 25 વિદ્યાર્થીઓએ સહભાગી બની આનંદ, ઉમંગ અને આત્મીયતા સાથે જગદંબાની આરાધના કરી હતી. ‘લાગણીઓના ગરબા’ માત્ર ગરબાનો કાર્યક્રમ નહોતો, પરંતુ પેઢીઓ વચ્ચે સંવાદ સ્થાપિત કરવાનો, વડીલો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો, આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો અને સેવાના માધ્યમથી સાચો આનંદ મેળવવાનો એક અનોખો પ્રયાસ હતો. વડીલોના ચહેરા પરનું સ્મિત, તેમના આશીર્વાદ અને વિદ્યાર્થીઓના ઉત્સાહે આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું અનોખું ડેકોરેશન હતું જે જોઈને વૃદ્ધાશ્રમના સંચાલકો તથા વડીલોએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વૃદ્ધાશ્રમમાં આજ સુધી આ પ્રકારનું સુંદર અને અનોખું ડેકોરેશન પ્રથમ વખત જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓની મહેનત અને સર્જનાત્મકતાએ કાર્યક્રમના પ્રારંભથી જ ઉત્સવમય વાતાવરણ સર્જ્યું હતું.કાર્યક્રમનો પ્રારંભ મા અંબે જગદંબાની આરતીથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિમાં વડીલોનું સ્થાન અને તેમનું મહત્ત્વ સમજાવવાના હેતુથી ‘વડીલ વંદના’ યોજાઈ હતી.

વિદ્યાર્થીઓએ વડીલોને પોતાના માતા-પિતા સમાન માની તેમની આરતી ઉતારી, ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા અને તેમનું પૂજન કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પ્રાચીન ગરબાની પરંપરા અને તેના સાંસ્કૃતિક મહત્ત્વ વિશે જાણકારી મેળવી હતી. માટીના ગરબામાં રહેલાં 27 કાણાં અને તેમનો 27 નક્ષત્રો સાથેનો પરંપરાગત સંબંધ સમજાવવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિ દ્વારા નવી પેઢીને આપણી પ્રાચીન પરંપરાઓ, લોકસંસ્કૃતિ અને તેના આધ્યાત્મિક મહત્ત્વથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની સૌથી હૃદયસ્પર્શી ક્ષણો ત્યારે સર્જાઈ જ્યારે વડીલો ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા હતા. જે વડીલો શારીરિક મર્યાદાઓને કારણે ગરબા રમી શકતા નહોતા, તેમની સાથે વિદ્યાર્થીઓએ બેસીને હાથમાં હાથ મિલાવી તાળીઓના તાલે ગરબાનો આનંદ માણ્યો હતો. આ દૃશ્યએ સાબિત કર્યું કે આનંદ માણવા માટે શારીરિક ક્ષમતા કરતાં લાગણી, સાથ અને સહભાગિતા વધુ મહત્ત્વનાં છે. યુવાનો અને વડીલો વચ્ચે ઉંમરનું અંતર ભૂલાવીને પ્રેમ અને લાગણીનો સેતુ રચાયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન રાહુલ સુખડિયા, ડો.સેજલ આચાર્ય અને સર્વ નેતૃત્વના પૂર્વ તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande