રાજકોટમાં લગ્નની લાલચ આપી મહિલા સાથે પ્રેમીનું દૂષ્કર્મ : રૂ.4 લાખ રોકડા અને દાગીના પડાવી લીધા
રાજકોટ, 19 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેરમાં પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા તથા રૂ. 4 લાખ રોકડા અને સોનાના દાગીના હડપ કરી લેવાના આક્ષેપ સાથે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે આરોપી
દૂષ્કર્મ ની ઘટના


રાજકોટ, 19 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેરમાં પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા તથા રૂ. 4 લાખ રોકડા અને સોનાના દાગીના હડપ કરી લેવાના આક્ષેપ સાથે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે આરોપી મનોજ જગદીશભાઈ નિમાવત વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

લાંબા સમયથી પતિથી અલગ રહેતી અને એક પુત્રની માતા એવી પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા તેમજ લાખો રૂપિયાની માલમત્તા પડાવી લેવાના ગંભીર આક્ષેપ સાથે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જૂનાગઢ નોકરી દરમિયાન ટેક્સીમાં અવરજવર કરતા પરિચયમાં આવેલા આરોપી મનોજ જગદીશભાઈ નિમાવત સામે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

વર્ષ 2024 થી 2026 દરમિયાન આરોપી અને મહિલા વચ્ચે સંપર્ક ગાઢ બન્યો હતો. જૂનાગઢમાં નોકરી કરતી વેળાએ આરોપીની ટેક્સીમાં મુસાફરી કરવા દરમિયાન બંને વચ્ચે પરિચય થયા બાદ આરોપીએ મહિલાને લગ્ન કરવાની ઝાંઝવા સમાન લાલચ આપી હતી. આ સમયગાળા દરમિયાન આરોપીએ પ્રેમ સંબંધનો અયોગ્ય લાભ ઉઠાવી મહિલા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેની આર્થિક સ્થિતિનો ગેરલાભ ઉઠાવવાનું શરૂ કર્યું હતું.

સંબંધો દરમિયાન આરોપીએ અલગ-અલગ બહાના બતાવી મહિલા પાસેથી આશરે રૂ. 4 લાખની રોકડ રકમ મેળવી લીધી હતી. આ ઉપરાંત લોન લેવાની જરૂરિયાત ઊભી થઈ હોવાનું કહી રજવાડી સેટ, નાનો સેટ, ચાર બંગડીઓ, વીંટી, બુટ્ટી અને મંગળસૂત્ર સહિતના કિંમતી સોનાના દાગીના પણ મેળવી લીધા હતા. બાદમાં આ નાણાં કે દાગીના પરત ન આપી આરોપીએ મહિલા સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી.

રવિવારે રાત્રે આશરે એક વાગ્યે મહિલાએ પોતાના કિંમતી દાગીના અને રોકડ રકમ પરત માગતાં આરોપી તેના ઘરે પહોંચ્યો હતો. ત્યાં બંને વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો અને આરોપીએ ઝઘડો કરી મહિલાને લાફા મારી ગાળો આપી હતી. આરોપીના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને મહિલાએ આખરે પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર બનાવ અંગે આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મહિલા છૂટાછેડા લીધા વિના પતિથી અલગ રહી પુત્રનું પાલનપોષણ કરે છે. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ કે. કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આઈ. એ. બેલીમે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા આર્થિક અને શારીરિક શોષણના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande