સરદાર સાહેબની 151મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગરમાં 620 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શાળા પરિવહનનો લાભ
રાજપીપલા,21 ઓકટોબર (હિ.સ.) શિક્ષણની તક ગ્રામ્ય વિસ્તારના દરેક બાળક સુધી પહોંચે તે માટે શાળા સુધીની સુલભ અને સુરક્ષિત અવરજવર પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. આ દિશામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી દ્વારા એકતાનગર આસપાસનાં ગામોના વિદ્યાર્થીઓ માટે નિઃશુ
On the occasion of Sardar Saheb's 151st birth anniversary, 620 students in Ekta Nagar benefit from free school transport


રાજપીપલા,21 ઓકટોબર (હિ.સ.) શિક્ષણની તક ગ્રામ્ય વિસ્તારના દરેક બાળક સુધી પહોંચે તે માટે શાળા સુધીની સુલભ અને સુરક્ષિત અવરજવર પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. આ દિશામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી દ્વારા એકતાનગર આસપાસનાં ગામોના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક AC સ્કૂલ ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે.

માર્ચ-2025થી કાર્યરત આ સેવા અંતર્ગત હાલમાં 620 વિદ્યાર્થીઓ શાળાએ આવવા-જવા માટે લાભ લઈ રહ્યા છે. પરિવહનની સુવિધા સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા અને નિયમિત અવરજવરને

પ્રાધાન્ય આપતી આ પહેલ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે શિક્ષણ સુધી પહોંચવાનો માર્ગ વધુ સુરક્ષિત બનાવે છે.

વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં સરળતા રહે અને તેમની દૈનિક અવર-જવર સુવ્યવસ્થિત બને તે

માટે SoU સત્તામંડળ દ્વારા કુલ સાત વાહનો ફાળવવામાં આવ્યાં છે. તેમાં છ મોટી ઈ-બસ અને એક

વિંગરનો સમાવેશ થાય છે. શાળાના સમયપત્રકને અનુરૂપ કાર્યરત આ વાહનો વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચવા તેમજ અભ્યાસ પૂર્ણ થયા બાદ પરત ફરવા માટે પરિવહનની સુવિધા પૂરી પાડે છે.

ઈ-બસ સવારે 7 થી સાંજે 5.30 વાગ્યા સુધી શાળાના સમયને અનુરૂપ કાર્યરત રહે છે.

વિદ્યાર્થીઓની શાળાવાર અવરજવર અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઈ-બસ માટે ચાર રૂટ નક્કી

કરવામાં આવ્યા છે. તેમાં ગાડકોઈથી ગરૂડેશ્વર, ગાડકોઈથી બોરીયા, મોખડીથી બોરીયા અને લીમડીથી બોરીયા રૂટનો સમાવેશ થાય છે. આ રૂટ દ્વારા આસપાસનાં ગામોના વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવા માટે પરિવહનની સુવિધા મળે છે. ખાસ કરીને શાળા ઘરથી દૂર હોય તેવા વિદ્યાર્થીઓ માટે આવી વ્યવસ્થા દૈનિક મુસાફરીને સરળ બનાવવાની સાથે કિંમતી સમય બચાવવામાં મદદરૂપ બને છે, જેના થકી બચેલા સમયમાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકે છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા અને બસમાં વ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા

કરવામાં આવી છે. છ ઈ-બસ સાથે છ સ્કૂલ બસ ગાઇડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, બસ સેવા પર દેખરેખ રાખવા માટે સત્તામંડળના એક પોલીસ કર્મચારીને પણ જવાબદારી સોંપવામાં આવી છે. બસ ગાઇડની હાજરી અને દેખરેખની વ્યવસ્થા વિદ્યાર્થીઓની મુસાફરી દરમિયાન માર્ગદર્શન તથા સુરક્ષાને પ્રાથમિકતા આપવાના પ્રયાસને દર્શાવે છે.

ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શાળા સુધી પહોંચવા માટેની સુવિધા શિક્ષણની સાતત્યપૂર્ણ

પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિયમિત અવરજવરમાં થતી મુશ્કેલીઓ ઘટે તો વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં સરળતા રહે છે અને વાલીઓને પણ બાળકોની સલામત મુસાફરી અંગે રાહત થઇ છે.

આ સંદર્ભમાં નિઃશુલ્ક સ્કૂલ ઈ-બસ સેવા માત્ર પરિવહનની સુવિધા નથી, પરંતુ વિદ્યાર્થીઓના અપડાઉનનાં કિંમતી સમયને બચાવી શિક્ષણની મુખ્યધારા સાથે જોડવાના પ્રયાસ તરીકે પણ મહત્વ ધરાવે છે.

એકતા નગરમાં પ્રવાસન ક્ષેત્રે વિકસાવવામાં આવેલી હરિત પરિવહન વ્યવસ્થાની સાથે વિદ્યાર્થીઓ

માટેની આ સેવા સામાજિક સુવિધાના પાસાને પણ ઉજાગર કરે છે. પ્રવાસીઓ માટે પર્યાવરણમિત્ર

પરિવહન(ઈ-બસ) અને સ્થાનિક વિદ્યાર્થીઓ માટે શાળા સુધીની સુલભ અવરજવર આ બંને પહેલ એકતા નગરના વિકાસમાં પરિવહન વ્યવસ્થાની વ્યાપક ભૂમિકા દર્શાવે છે.

SOU સત્તામંડળની નિઃશુલ્ક સ્કૂલ ઈ-બસ સેવા અંદાજે 620 વિદ્યાર્થીઓ માટે શાળા સુધી

પહોંચવાનું માધ્યમ બની છે. છ ઈ-બસ, એક વિંગર, છ સ્કૂલ બસ ગાઇડ અને દેખરેખની વ્યવસ્થા સાથે કાર્યરત આ પહેલ શિક્ષણ, સુરક્ષા અને સુલભ પરિવહનના સમન્વયનું ઉદાહરણ પૂરું પાડે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande