12 વર્ષથી નાસતા ફરતા વિશ્વાસઘાતના આરોપીને પાટણ LCBએ ઝડપી પાડ્યો
પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.) પાટણ LCBએ સમી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014માં નોંધાયેલા વિશ્વાસઘાત અને નોકર ચોરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા 56 વર્ષીય આરોપી પંચમસિંહ ખુમસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ઓળખ બદલીને લક્ષ્મણસિંહ જાડેજા ના
12 વર્ષથી નાસતા ફરતા વિશ્વાસઘાતના આરોપીને પાટણ LCBએ ઝડપી પાડ્યો


પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.) પાટણ LCBએ સમી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014માં નોંધાયેલા વિશ્વાસઘાત અને નોકર ચોરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા 56 વર્ષીય આરોપી પંચમસિંહ ખુમસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ઓળખ બદલીને લક્ષ્મણસિંહ જાડેજા નામે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામે રહેતો હતો અને ટ્રક ડ્રાઇવિંગ કરતો હતો.

પાટણ LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ કરી રહી હતી. દરમિયાન આરોપી હૈદરાબાદથી અમદાવાદ તરફ ટ્રક લઈને આવી રહ્યો હોવાની બાતમી મળતાં પોલીસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સીટીએમ નજીક ટ્રક પાર્કિંગમાં વોચ ગોઠવી તેની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસ મુજબ, 18 મે, 2014ના રોજ આરોપી ગાંધીધામની પુષ્પક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તેણે મોરબીની સીયારામ સીરામિક કંપનીમાંથી રૂ. 4,70,343ની કિંમતનો સ્ટાઇલો માલ મુન્દ્રા પહોંચાડવા ટ્રકમાં ભર્યો હતો, પરંતુ માલ મુન્દ્રા પહોંચાડવાને બદલે વિસનગર તાલુકાના ઉમતા ગામે સોનુભાઈ નામના વ્યક્તિને વેચી દીધો હતો. ત્યારબાદ ટ્રક સમીની એક હોટલ પાસે બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને નોકર ચોરીનો ગુનો નોંધાયો હતો. 12 વર્ષથી ફરાર આરોપી પંચમસિંહ ઉર્ફે લક્ષ્મણસિંહ જાડેજાની ધરપકડ બાદ પોલીસે BNSSની કલમ 35(1)(J) હેઠળ કાર્યવાહી કરી તેને પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો છે. હવે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande