ખાગેશ્રીમાં બેફામ ટ્રકે વાહન અને મકાનોને હડફેટે લીધા.
પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામમાં જામજોધપુર રોડ પર માતાજીના મઢ પાસે ટ્રકચાલકે બેદરકારી પૂર્વક ટ્રક હંકારતાં વાહન અને મકાનોને અડફેટે લીધાં હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં સુપર કેરી વાહન, એક મોટરસાઇકલ તથા
ખાગેશ્રીમાં બેફામ ટ્રકે વાહન અને મકાનોને હડફેટે લીધા.


પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામમાં જામજોધપુર રોડ પર માતાજીના મઢ પાસે ટ્રકચાલકે બેદરકારી પૂર્વક ટ્રક

હંકારતાં વાહન અને મકાનોને અડફેટે લીધાં હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ ઘટનામાં સુપર કેરી વાહન, એક મોટરસાઇકલ તથા મકાનો અને અન્ય બાંધકામને નુકસાન થતાં કુલ 4.90 લાખની નુકસાની થયાની ફરિયાદમાં વિગતો સામે આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ખોડાભાઈ ભુરાભાઈ સિંધલના રહેણાક મકાન પાસે ટ્રકના ચાલક વિજય લખમણભાઈ કરંગીયા રહે. ગોકરણગામ, એ ટ્રક પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી સુપર

કેરી વાહનને અડફેટે લીધું હતું. જેના કારણે વાહનને આશરે . 2 લાખનું નુકસાન થયું હતું.

ટ્રકની અડફેટે

દેવાભાઈ કરશનભાઈ રાઠોડની મોટરસાઇકલને પણ નુકસાન પહોંચ્યું હતું. મોટરસાઇકલને આશરે . 20 હજારની નુકસાની

થઈ હોવાનું જણાવાયું છે.

આ

ઉપરાંત રૂખડભાઈ લખમણભાઈ લુણીના રહેણાક મકાનને આશરે 1.50 લાખ, સરમણ નાથાભાઈ ચાવડાના પતરાવાળા ઢાળિયા અને દીવાલને આશરે 1 લાખતથા હાજા રામાભાઈ રાઠોડની દીવાલને આશરે 20 હજારનું નુકસાન થયું હોવાની ફરિયાદમાં વિગતો દર્શાવવામાં આવી છે.આમ, સમગ્ર બનાવમાં વાહન અને મકાનો સહિત કુલ4.90 લાખની નુકસાની થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande