સોમનાથ મંદિરના બસ પાર્કિંગ પાસે બેઠેલી નિરાધાર મહિલાની મદદે આવ્યું સખી વન સ્ટોપ સેન્ટર
ગીર સોમનાથ, 28 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરના બસ પાર્કિંગ પાસે નિરાધાર હાલતમાં બેઠેલી મહિલાની મદદે રાત્રિના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ પહોંચી હતી. રાત્રે 1:57 વાગ્યે એક જાગૃત નાગરિકનો મદદ માટે કોલ મળતાં વેરાવળ 181 ટીમ
સોમનાથ મંદિરના બસ પાર્કિંગ પાસે બેઠેલી નિરાધાર મહિલાની મદદે આવ્યું સખી વન સ્ટોપ સેન્ટર


ગીર સોમનાથ, 28 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરના બસ પાર્કિંગ પાસે નિરાધાર હાલતમાં બેઠેલી મહિલાની મદદે રાત્રિના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ પહોંચી હતી. રાત્રે 1:57 વાગ્યે એક જાગૃત નાગરિકનો મદદ માટે કોલ મળતાં વેરાવળ 181 ટીમના કાઉન્સેલર માધવી સરવૈયાના માર્ગદર્શન હેઠળ WPC વર્ષાબેન નંદાનિયા અને પાયલોટ અનિતભાઈ વાઘાણી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.

પૂછપરછ દરમિયાન મહિલાએ પોતે છોટા ઉદેપુર જિલ્લાનાં વતની હોવાનું અને છેલ્લા ત્રણ મહિનાથી સાસરિયાના ઘરેથી નીકળી ગયાં હોવાનું જણાવ્યું હતું. તેઓ છેલ્લા બે દિવસથી સોમનાથ મંદિરના બસ પાર્કિંગ પાસે હતાં. 181 ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરી તેમને હિંમત અને આશ્વાસન આપ્યું હતું. મહિલાની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને સુરક્ષા, માર્ગદર્શન અને સલામત આશ્રયની જરૂર જણાતાં સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યો હતો.

અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા રાજ્યની મહિલાઓને 24 કલાક નિઃશુલ્ક મદદ પૂરી પાડવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande