રાધનપુર હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત
પાટણ, 03 ઓક્ટોબર (હિ.સ.) : રાધનપુર-મહેસાણા હાઇવે પર નર્મદા કેનાલ અને IOCL કંપની નજીક અજાણ્યા વાહનની ટક્કરથી હારીજ તાલુકાના સોઢવ ગામના ભરતભાઈ પરમારનું મોત થયું હતું. ભરતભાઈ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમા
રાધનપુર હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત


પાટણ, 03 ઓક્ટોબર (હિ.સ.) : રાધનપુર-મહેસાણા હાઇવે પર નર્મદા કેનાલ અને IOCL કંપની નજીક અજાણ્યા વાહનની ટક્કરથી હારીજ તાલુકાના સોઢવ ગામના ભરતભાઈ પરમારનું મોત થયું હતું. ભરતભાઈ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ટક્કર બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં IOCL કંપનીનો સ્ટાફ રાધનપુર તરફ ચા-નાસ્તો કરવા નીકળ્યો હતો. નર્મદા કેનાલ નજીક સ્ટાફના કર્મચારીઓએ ભરતભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં જોયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે, સારવાર દરમિયાન ભરતભાઈ પરમારનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં તેમના મોટા ભાઈ પ્રવિણભાઈ રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પ્રવિણભાઈની ફરિયાદના આધારે રાધનપુર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માત કરનાર વાહન અને ચાલકને શોધવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande