
જુનાગઢ 31 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી ઉજવણી રૂપે જીમખાના પાસે તથા જોષીપરા પાદર ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મેયર ધર્મેશ.ડી.પોશીયા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂત, ધારાસભ્ય સંજય કોરડીયા, પ્રભારી સચિવ દિલીપ રાણા, કમિશનર આઈ.આર.વાળા, ડે.મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર કેતન સી. વાઘેલા તથા જયેશ પી. વાજા દંડક કલ્પેશભાઇ અજવાણી દ્વારા સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે કોર્પોરેટર વંદનાબેન દોશી, ભાવનાબેન વ્યાસ, પ્રવિણભાઈ વાઘેલા, મહાનગર પાલિકા જૂનાગઢના અધિકારીઓ તથા કર્મચારીઓ, અગ્રણી જયેશભાઈ ધોરાજીયા, હરેશભાઈ પરસાણા, પ્રવિણભાઈ અકબરી, ભાવનાબેન હીરપરા, જ્યોતિબેન વાડોલીયા, રમેશ બાવળિયા, વિનુભાઈ ચાંદેગરા, જે.કે.ચાવડા, અશોકભાઈ ભટ્ટ, ગીતાબેન મહેતા, નીતિનભાઈ સૂખવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ