જસદણમાં વકીલની ઓફિસ પર ઇડીનો દરોડો: ગેમિંગ કૌભાંડની આશંકા
રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) : જસદણમાં તાલુકા સેવા સદન સામે આવેલી વકીલ રામ મકવાણાની ઓફિસ પર દિલ્હીથી આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. ગેમિંગ એપ્લિકેશન તથા હવાલા કૌભાંડ સાથે સંકળાયેલા તાર આ ઓફિસ સુધી પહોંચ્યા હોવાન
ઈડી દરોડા


રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) : જસદણમાં તાલુકા સેવા સદન સામે આવેલી વકીલ રામ મકવાણાની ઓફિસ પર દિલ્હીથી આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. ગેમિંગ એપ્લિકેશન તથા હવાલા કૌભાંડ સાથે સંકળાયેલા તાર આ ઓફિસ સુધી પહોંચ્યા હોવાની આશંકાએ દિલ્હીની ટીમે બંધ ઓફિસના તાળાં તોડીને સઘન તપાસ હાથ ધરી હતી, જેના કારણે સ્થાનિક કાનૂની આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ઇડીની ટીમે આશરે ચાર કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ કાર્યવાહી દરમિયાન ઓફિસમાંથી લેપટોપ, સીપીયુ અને અગત્યના દસ્તાવેજો સહિતનો ડિજિટલ ડેટા કબજે લીધો હતો. અધિકારીઓએ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરી હતી. જસદણના ઇતિહાસમાં કોઈ નાગરિક પાસે અપ્રમાણસર મિલકત કે કૌભાંડની આશંકાએ ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મૂળ સોમપીપળિયાનો વતની રામ મકવાણા અગાઉ જયપુર અને ઉદયપુરમાં વકીલાત કરતો હતો અને છેલ્લા આઠ મહિનાથી જસદણમાં સેવા સદન સામે ઓફિસ ચલાવતો હતો. તેની ઓફિસ મોટે ભાગે બંધ રહેતી હોવા છતાં કેન્દ્રીય એજન્સીની ટીમ દ્વારા કરવામાં આવેલી આ અચાનક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના વેપારી અને રાજકીય વર્તુળોમાં પણ તીવ્ર ઉત્તેજના વ્યાપી ગઈ છે.

આ પ્રકરણમાં જસદણ ખાતે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને મોટા કૌભાંડની સંડોવણી બહાર આવે તેવી પ્રબળ સંભાવના છે. ઇડી દ્વારા કબજે કરાયેલા ડિજિટલ સાધનો અને ફાઇલોની ફોરેન્સિક તપાસ બાદ અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે. એજન્સી આ મામલે સઘન પુરાવા એકત્ર કરી રહી છે અને આગામી સમયમાં આ કેસ વધુ વેગ પકડે તેવું અનુમાન છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande