
નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ડાક સેવાના સંચાલન અને માળખાકીય સુવિધાઓની જાળવણી માટે બે અલગ-અલગ નિર્ણયોમાં 1,141 અને 1,491 કરોડની બે યોજનાઓના આગામી 5 વર્ષના સંચાલનને મંજૂરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે ડાક વિભાગની યોજનાને મંજૂરી આપી. મંત્રીમંડળના નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્રીય મીડિયા કેન્દ્રમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આપી.
વૈષ્ણવે જણાવ્યું કે, ડાક સંચાલન યોજનાને 16મા નાણા પંચની પાંચ વર્ષની અવધિ માટે મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં ડાક સુવિધાઓને અપગ્રેડ કરવાનો, મેલ અને પાર્સલ સેવાઓનું સંચાલન કરવાનો, ઇ-કોમર્સ અને આંતરરાષ્ટ્રીય ડાક લોજિસ્ટિક્સને મજબૂત કરવાનો અને ડિલિવરી સુવિધાઓના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાથે તેમની સુવિધાઓમાં વધારો કરવાનો છે.
જ્યારે સંપદા પ્રબંધન યોજના હેઠળ 190 નવી વિભાગીય પોસ્ટ બિલ્ડિંગ બનશે, 5,050 પોસ્ટ ઓફિસને અપગ્રેડ કરવામાં આવશે, 200 ઐતિહાસિક ડાક બિલ્ડિંગનું સંરક્ષણ કરવામાં આવશે, 150 ડાક સેવા સાથે જોડાયેલી રહેણાંક કૉલોનીઓનું રિનોવેશન કરવામાં આવશે અને બેંગલુરુમાં ઇન્ટિગ્રેટેડ ટેક્નોલોજી સેન્ટર સ્થાપિત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ