એલઈડી લાઇટના ઉપયોગ બદલ બે માછીમારો સામે કાર્યવાહી.
પોરબંદર , 03 નવેમ્બર (હિ.સ.)પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં બિનઅધિકૃત એલઈડી લાઇટના ઉપયોગ અને ગેરકાયદે માછીમારીના બે અલગ બનાવ સામે આવ્યા છે.હાર્બર મરીન પોલીસ અને મિયાણી મરીન પોલીસે અલગ-અલગ બોટ સામે કાર્યવાહી કરી માછીમારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ
એલઈડી લાઇટના ઉપયોગ બદલ બે માછીમારો સામે કાર્યવાહી.


પોરબંદર , 03 નવેમ્બર (હિ.સ.)પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં બિનઅધિકૃત એલઈડી લાઇટના ઉપયોગ અને ગેરકાયદે માછીમારીના બે અલગ બનાવ સામે આવ્યા છે.હાર્બર મરીન પોલીસ અને મિયાણી મરીન પોલીસે અલગ-અલગ બોટ સામે કાર્યવાહી કરી માછીમારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રથમ બનાવમાં હાર્બર

મરીન પોલીસ સ્ટેશનનાએ.એસ.આઈ.

ભરતકુમાર ડાયાલાલ વાઘેલા (ઉં.વ. 42, બ.નં. 483)ની કામગીરી દરમિયાન રમણીકભાઈ દેવાભાઈ ચુડાસમા (ઉં.વ. 43, વ્યવસાય માછીમારી, રહે. સુભાષનગર, સંતોષીમાતાના મંદિર પાસે, પોરબંદર)ની કબજાની ફાયબર બોટ ‘વિશ્વેશ્વર’ (રજિ.નં. IND-GJ-25-MO-1588)માં બિનઅધિકૃત રીતે અત્યંત પ્રકાશિત એલઈડી લાઇટ લગાવી ઉપયોગ માટે રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત રાજ્યની પ્રાદેશિક જળસીમામાં થાણાથી પશ્ચિમ તરફ આ બાબત સામે આવતાં ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) અધિનિયમ2024ના પ્રકરણ-3ના નિયમ-7ના પેટા નિયમ-43 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.બીજા બનાવમાં મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. બલદાણીયાની કામગીરી દરમિયાન કાનજીભાઈ હરજીભાઈ ગોહિલ (ઉં.વ. 66, જાતે ખારવા, વ્યવસાય માછીમારી, રહે. ખારવાવાડ)ની કબજાની F.R.P. Craft (નાની બોટ) ‘શ્રીગણેશ’ (રજિ. નં. IND-GJ-25- MO-1335)માં એલઈડી લાઇટના અજવાળે ગુજરાત રાજ્યની પ્રાદેશિક જળસીમામાં બિનઅધિકૃત અને ગેરકાયદેસર રીતે માછીમારી કરતા પકડાયા હતા. આ મામલે પણ મરીન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande