ઔદ્યોગિક એકમોને સોલાર વીજળી પર સબસિડી અને માસિક મીટર રીડિંગની માંગ
પોરબંદર, 03 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રિયલ વેલ્ફેરએ સોસિએશને ઉદ્યોગો માટે સોલાર સબસિડી યોજના લાગુ કરવા અને દર મહિને મીટર રીડિંગ મુજબ બિલિંગ કરવાની રજૂઆત કરી પોરબંદર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રિયલ વેલ્ફેર એસોસિએશન દ્વારા ગુ
ઔદ્યોગિક એકમોને સોલાર વીજળી પર સબસિડી અને માસિક મીટર રીડિંગની માંગ


પોરબંદર, 03 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રિયલ વેલ્ફેરએ સોસિએશને ઉદ્યોગો માટે સોલાર સબસિડી યોજના લાગુ કરવા અને દર મહિને મીટર

રીડિંગ મુજબ બિલિંગ કરવાની રજૂઆત કરી પોરબંદર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રિયલ વેલ્ફેર

એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના ઉદ્યોગ અને

પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવાલય, ગાંધીનગર ખાતે ઉદ્યોગો માટે સોલાર સબસિડી યોજના તથા માસિક

મીટર રીડિંગના આધારે બિલિંગ અને

એડજસ્ટમેન્ટની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે.

એસોસિએશનના પત્રમાં જણાવ્યા મુજબ, રાજ્ય સરકારની રહેણાક ક્ષેત્ર માટેની

સોલાર રૂફટોપ યોજનામાં મળતી સબસિડીથી

નાગરિકોને વીજળીના બિલમાં રાહત મળી રહી છે. આ જ પ્રકારની સબસિડી નાના અને મધ્યમ

ઉદ્યોગો (MSMEs) તથા ઔદ્યોગિક એકમો માટે પણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં

આવી છે. વીજળીના વધતા ખર્ચને કારણે ઉત્પાદન

ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અને ઉદ્યોગોની

સ્પર્ધાત્મકતા પર અસર પડી રહી છે.

એસોસિએશને ઔદ્યોગિકક્ષેત્ર માટે સોલાર રૂફટોપ સ્થાપન પર

ખાસ સબસિડી જાહેર કરવાની માંગ કરી છે, જેથી ઉત્પાદન ખર્ચ ઘટે અને ઔદ્યોગિક વિકાસને વેગ મળે.માસિક મીટર રીડિંગથી બિલિંગની માંગ હાલની વ્યવસ્થામાં મીટર રીડિંગ અને

સોલાર યુનિટનું એડજસ્ટમેન્ટ યોગ્ય રીતે થાય

તે માટે દર મહિને મીટર રીડિંગ લેવામાં આવે અને

સોલાર દ્વારા ઉત્પન્ન થયેલી વીજળીનું

એડજસ્ટમેન્ટ તે જ મહિને મુખ્ય વીજ વપરાશ સામે કરવામાં

આવે તેવી રજૂઆત કરાઈ છે. તેનાથી ઉદ્યોગોને દર

મહિને સ્પષ્ટ હિસાબ અને વીજ બિલમાં રાહત મળી

શકશે.

એસોસિએશનના પ્રમુખ જિણુભાઈ દયાતર અને મંત્રી પુંજાભાઈ ઓડેદરા અને સેક્રેટરી

ધીરૂભાઇ કકકડ દ્રારા રજૂઆત અંગે હકારાત્મક

વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande