માધવપુરમાં છેતરપીંડીના કેસમાં બે આરોપી ઝડપાયા
પોરબંદર, 03 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી
માધવપુરમાં  છેતરપીંડીના કેસમાં  બે  આરોપી  ઝડપાયા.


માધવપુરમાં  છેતરપીંડીના કેસમાં  બે  આરોપી  ઝડપાયા.


પોરબંદર, 03 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના

ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ચોક્કસ

બાતમીના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર

જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની

સૂચના તેમજ રાણાવાવ ડિવિઝનના ઇન્ચાર્જ નાયબપોલીસ અધિક્ષક સુરજીત મહેડુના

માર્ગદર્શન હેઠળ માધવપુર પોલીસની ટીમ આરોપીઓની તપાસમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમી

મળતાં માધવપુર પોલીસ સ્ટેશનના ગુનામાં બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં નાથા મેપાભાઈ મોરી (ઉંમર 33, વ્યવસાય ડ્રાઇવિંગ), રહે. ઉંટડા ગામ, વાડી વિસ્તાર, તા. જિ. પોરબંદર અને દેવરાજ રાજાભાઈ ભરાઈ (ઉંમર 32, વ્યવસાયડ્રાઇવિંગ), રહે. ધ્રુવાળા પાટિયા પાસે, સારણ નેશવાડી વિસ્તાર, ડેમની પારની બાજુમાં, તા. કુતિયાણા, જિ. પોરબંદરનો સમાવેશ થાય છે.

આ

કામગીરીમાં માધવપુર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.

ચૌહાણ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.એસ. મોઢવાડિયા, એ.એમ. ચુડાસમા અને પોલીસ કોન્સ્ટેબલ

રામભાઈ દેવાભાઈ, કરણભાઈ માલદેભાઈ, રાહુલભાઈ રામજીભાઈ તથા ધર્મેશભાઈ ગોવિંદભાઈ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande