જિલ્લા કલેકટરએ ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર ખાતેના ભંડારામાં, ગેરકાયદે પ્રવૃત્તિઓના કથિત વીડિયોની તપાસના આપ્યાં આદેશ
જુનાગઢ 12 માર્ચ (હિ.સ.) ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર ખાતેના ભંડારામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને આસ્થાને ઠેસ પહોંચાડનારો કથિત વિડીયો બહાર આવ્યો છે, જેની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ એસ. ડી. એમ. જૂનાગઢને ઝીણવટભરી તપાસ
જિલ્લા કલેકટરએ ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર ખાતેના ભંડારામાં, ગેરકાયદે પ્રવૃત્તિઓના કથિત વીડિયોની તપાસના આપ્યાં આદેશ


જુનાગઢ 12 માર્ચ (હિ.સ.) ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર ખાતેના ભંડારામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને આસ્થાને ઠેસ પહોંચાડનારો કથિત વિડીયો બહાર આવ્યો છે, જેની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ એસ. ડી. એમ. જૂનાગઢને ઝીણવટભરી તપાસ કરીને અહેવાલ સુપ્રત કરવા આદેશ આપ્યા છે.

આ કથિત ઘટના સંદર્ભે વહીવટી તંત્રના સંલગ્ન અધિકારીઓ દ્વારા જરૂરી તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે, સાથે જ પ્રાથમિક તબક્કે પગલાં તરીકે કથિત વીડિયોમાં દેખાતા શખ્સોને ગિરનાર પર જવા માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે.

હાલ, આ કથિત ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, તપાસના અંતે ગિરનારની ગરિમા અને લાખો શ્રદ્ધાળુઓની લાગણી ઠેસ પહોંચાડનાર જે કોઈ વ્યક્તિઓ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.કસૂરવાર સામે દાખલારૂપ કડક કાયદાકીય પગલાઓ લેવામાં આવશે, તેમ પણ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande