
નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.)। ગ્લોબલ માર્કેટમાંથી આજે નબળાઈના સંકેતો મળી રહ્યા છે. અમેરિકન બજારો ગઈ સત્ર દરમિયાન મોટી ગિરાવટ સાથે બંધ થયા હતા. જોકે ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે વધારા સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. યુરોપિયન બજારોમાં પણ ગયા સત્ર દરમિયાન વેચવાલીનો દબાણ રહ્યો હતો. તેવી જ રીતે એશિયાઈ બજારોમાં પણ આજે સામાન્ય રીતે નબળાઈનો રુખ જોવા મળી રહ્યો છે.
અમેરિકન બજારમાં ગયા સત્ર દરમિયાન ભારે ગિરાવટ નોંધાઈ હતી. ડાઉ જોન્સ લગભગ 800 અંક તૂટી બંધ થયો હતો. તેવી જ રીતે એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ 103.18 અંક એટલે કે 1.52 ટકા ઘટીને 6,672.62 અંકના સ્તરે ગયા સત્રનો કારોબાર પૂર્ણ કર્યો હતો. ઉપરાંત નાસ્ડેક 404.16 અંક એટલે કે 1.78 ટકા લપસી 22,311.98 અંકના સ્તરે બંધ થયો હતો. બીજી તરફ ડાઉ જોન્સ ફ્યુચર્સ હાલમાં 217.30 અંક એટલે કે 0.47 ટકાની મજબૂતી સાથે 46,895.15 અંકના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
યુરોપના બજારમાં પણ ગયા સત્ર દરમિયાન સતત વેચવાલી જોવા મળી હતી. એફટીએસઇ ઈન્ડેક્સ 0.47 ટકાની નબળાઈ સાથે 10,305.15 અંકના સ્તરે બંધ થયો હતો. તેવી જ રીતે સીએસી ઈન્ડેક્સ 0.72 ટકાની ગિરાવટ સાથે 7,984.44 અંકના સ્તરે ગયા સત્રનો કારોબાર પૂર્ણ કર્યો હતો. ઉપરાંત ડીએએક્સ ઈન્ડેક્સ 0.21 ટકા તૂટી 23,589.65 અંકના સ્તરે બંધ થયો હતો.
એશિયાઈ બજારમાં પણ આજે વેચવાલીનો દબાણ છે. એશિયાના નવ બજારોમાંથી આઠના સૂચકાંક ગિરાવટ સાથે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે, જ્યારે એક સૂચકાંક મજબૂતી સાથે લીલા નિશાનમાં છે. એશિયાઈ બજારમાં એકમાત્ર સ્ટ્રેટ્સ ટાઈમ્સ ઈન્ડેક્સ 0.10 ટકાની તેજી સાથે 4,860.20 અંકના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
બીજી તરફ ગિફ્ટ નિફ્ટી 243.50 અંક એટલે કે 1.03 ટકાની ગિરાવટ સાથે 23,473.50 અંકના સ્તરે કારોબાર કરી રહ્યો છે. તેવી જ રીતે હેંગ સેંગ ઈન્ડેક્સ 150.76 અંક એટલે કે 0.59 ટકા લપસી 25,566 અંકના સ્તરે પહોંચી ગયો છે. જકાર્તા કોમ્પોઝિટ ઈન્ડેક્સમાં આજે મોટી ગિરાવટ નોંધાઈ છે. હાલ આ સૂચકાંક 129.13 અંક એટલે કે 1.75 ટકા ઘટીને 7,232.99 અંકના સ્તરે આવી ગયો છે.
તે જ રીતે કોસ્પી ઈન્ડેક્સ 83.29 અંક એટલે કે 1.49 ટકા તૂટી 5,499.96 અંક સુધી નીચે આવ્યો છે. ઉપરાંત સેટ કોમ્પોઝિટ ઈન્ડેક્સ 1.13 ટકાની નબળાઈ સાથે 1,413.67 અંકના સ્તરે, નિક્કેઈ ઈન્ડેક્સ 588.96 અંક એટલે કે 1.08 ટકાની ગિરાવટ સાથે 53,864 અંકના સ્તરે, તાઈવાન વેઈટેડ ઈન્ડેક્સ 140.46 અંક એટલે કે 0.42 ટકા લપસી 33,441.40 અંકના સ્તરે અને શાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડેક્સ 0.22 ટકા ઘટીને 4,120.14 અંકના સ્તરે કારોબાર કરી રહ્યા છે.
હિંદુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ