પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર પ્ર્ધાનમંત્રી મોદીએ, ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, ભારતીયો માટે સુરક્ષા અને ઉર્જા પુરવઠા પર ભાર મૂક્યો
નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.): પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને બગડતી પરિસ્થિતિઓ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન સાથે ફોન પર વાત કરી અને પ્રદેશની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. બંને નેતાઓએ પ્રાદેશિક સુરક
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર પ્ર્ધાનમંત્રી મોદીએ, ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, ભારતીયો માટે સુરક્ષા અને ઉર્જા પુરવઠા પર ભાર મૂક્યો


નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.): પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને બગડતી પરિસ્થિતિઓ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન સાથે ફોન પર વાત કરી અને પ્રદેશની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. બંને નેતાઓએ પ્રાદેશિક સુરક્ષા, વધતા સંઘર્ષ અને તેના સંભવિત વૈશ્વિક પરિણામો પર ચર્ચા કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી શેર કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, ભારત પશ્ચિમ એશિયામાં વધતી હિંસા, નાગરિક જાનહાનિ અને માળખાગત સુવિધાઓને નુકસાન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરે છે. તેમણે કહ્યું ,કે વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી વર્તમાન પરિસ્થિતિઓમાં સરકારની ટોચની પ્રાથમિકતા છે.

વાતચીત દરમિયાન પીએમ મોદીએ, માલ અને ઉર્જાના અવિરત પરિવહનના મહત્વ પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, ઉર્જા પુરવઠા અથવા વેપાર માર્ગોમાં કોઈપણ વિક્ષેપ માત્ર ભારતના અર્થતંત્રને જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્રની સ્થિરતાને પણ અસર કરશે.

પ્રધાનમંત્રીએ તમામ પક્ષોને સંયમ રાખવા અપીલ કરી અને કહ્યું કે, વર્તમાન કટોકટીનો ઉકેલ ફક્ત સંવાદ અને કુટનીતિ દ્વારા જ શક્ય છે. તેમણે તણાવ ઓછો કરવાની અને વધુ વકરી ન જાય તે માટે રચનાત્મક વાતચીત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ઊંડા સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આર્થિક સંબંધો છે. ઉર્જા સહયોગ બંને દેશોના સંબંધોનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ રહ્યો છે. વધુમાં, ચાબહાર બંદર પ્રોજેક્ટને મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સાથે ભારતના વેપાર અને જોડાણ માટે એક મુખ્ય વ્યૂહાત્મક માર્ગ માનવામાં આવે છે.

વડા પ્રધાન મોદીની વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવે વૈશ્વિક ઉર્જા બજાર, વેપાર માર્ગો અને ડાયસ્પોરા સમુદાયોની સુરક્ષા અંગે નવી ચિંતાઓ ઉભી કરી છે. ભારત આ પરિસ્થિતિઓમાં સંતુલિત રાજદ્વારી દ્વારા રાષ્ટ્રીય હિતો અને પ્રાદેશિક શાંતિ બંને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે.

ભારતે સતત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને રાજદ્વારી ઉકેલની હિમાયત કરી છે. આ મહત્વપૂર્ણ છે, કારણ કે પશ્ચિમ એશિયામાં અસ્થિરતા ભારતની ઉર્જા સુરક્ષા અને ત્યાં રહેતા મોટા ભારતીય સમુદાય પર સીધી અસર કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande