રાષ્ટ્રપતિ સાથે નાસ્તામાં સૌગત રાયની હાજરીથી, તૃણમૂલ કોંગ્રેસની અસ્વસ્થતા વધી ગઈ
કોલકતા, નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સૌગત રાયની રાષ્ટ્રપતિના નાસ્તામાં ભાગીદારી અંગે પાર્ટીમાં રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે, જે પાર્ટીના જણાવેલા વલણથી વિપરીત છે. સોમવારે આ કાર્યક્રમમાં તૃણમૂલના અન્ય કોઈ સાંસદ હાજર રહ્ય
તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સૌગત રાય


કોલકતા, નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સૌગત રાયની રાષ્ટ્રપતિના નાસ્તામાં ભાગીદારી અંગે પાર્ટીમાં રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે, જે પાર્ટીના જણાવેલા વલણથી વિપરીત છે. સોમવારે આ કાર્યક્રમમાં તૃણમૂલના અન્ય કોઈ સાંસદ હાજર રહ્યા ન હતા, પરંતુ દમદમના સાંસદ સૌગત રાયની હાજરીથી અનેક પ્રશ્નો ઉભા થયા છે.

આ મહિનાની શરૂઆતમાં, પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, જાહેરમાં એક આદિવાસી સંમેલન દરમિયાન રાજ્ય સરકારની વ્યવસ્થા અને આતિથ્ય પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી અથવા તેમના દ્વારા નિયુક્ત કરાયેલા કોઈપણ કેબિનેટ સ્તરના મંત્રીની ગેરહાજરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ ઘટનાએ તૃણમૂલ અને રાષ્ટ્રપતિ ભવન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવાની અટકળો ફેલાવી હતી.

આ પૃષ્ઠભૂમિ સામે, તૃણમૂલ કોંગ્રેસે 16 માર્ચે રાષ્ટ્રપતિના નાસ્તાના આમંત્રણને નકારી કાઢવાનો નિર્ણય લીધો હતો. રાજ્યસભામાં પાર્ટીના મુખ્ય દંડક, નદીમુલ હકે રાષ્ટ્રપતિને પત્ર લખીને જણાવ્યું હતું કે, તેઓ રમઝાનના પવિત્ર મહિના દરમિયાન ઉપવાસને કારણે કાર્યક્રમમાં હાજરી આપી શકતા નથી. તેમણે એવું પણ સૂચન કર્યું કે, જો આ કાર્યક્રમ ઈદ પછી યોજાય તો વધુ સારું રહેશે.

આવી સ્થિતિમાં, સૌગત રાયનું રાષ્ટ્રપતિ ભવન આગમન અને નાસ્તામાં ભાગ લેવાનો મુદ્દો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો. નાસ્તા પછી, તેમણે રાષ્ટ્રપતિની સૌજન્ય મુલાકાત લીધી અને પછી સંસદીય કાર્યવાહીમાં ભાગ લીધો.

આ બાબતની સ્પષ્ટતા કરતા, સૌગત રાયે કહ્યું, હું ગયો કારણ કે મને આમંત્રણ મળ્યું હતું. પાર્ટીએ મને ન તો જવા માટે કહ્યું કે ન તો ના પાડી.

તેમના આ પગલા અંગે, લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના નાયબ નેતા, શતાબ્દી રાયે કહ્યું, સૌગત દા ઘણીવાર એવા નિર્ણયો લે છે જે પાર્ટી લાઇનથી અલગ હોય છે. ફક્ત 'દીદી' જ આ બાબતને વધુ સારી રીતે સમજી શકશે. તેઓ વૃદ્ધ અને ખાવાના શોખીન છે, તેથી તેઓ ગયા હશે.

જોકે, પક્ષના સૂત્રોનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ ભવન કાર્યક્રમ અંગે સાંસદોને કોઈ ઔપચારિક સૂચના આપવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં, ભાગ લેવાને સંપૂર્ણપણે વ્યક્તિગત નિર્ણય ગણી શકાય અને તેના વિશે કોઈ વિવાદ નથી.

દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ ટિગ્ગાએ આરોપ લગાવ્યો કે, સૌગત રાય છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના જણાવેલા વલણથી અલગ વલણ અપનાવી રહ્યા છે.

આ બધા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસે, સોમવારે રાષ્ટ્રપતિને બીજો પત્ર મોકલીને મુલાકાતનો સમય માંગ્યો. ગયા અઠવાડિયે બે અગાઉના પત્રો મોકલવામાં આવ્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande