
નવી દિલ્હી, 18 માર્ચ (હિ.સ.): ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે બુધવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ કાર્યાલયમાં કાર્યભાર સંભાળ્યો.
સોશિયલ મીડિયા પર પોતાનો કાર્યભાર સંભાળ્યાનો ફોટો શેર કરતા સાધ્વી નિરંજન જ્યોતિએ લખ્યું, હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે, તેમણે પછાત વર્ગોના ગૌરવ, અધિકારોના રક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સમર્પિત આ જવાબદારી તેમને સોંપી. તેમણે આગળ લખ્યું, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે, પછાત વર્ગોને ન્યાય, સુરક્ષા, સન્માન અને વિકાસ માટે સમાન તકો મળે. આયોગ આ ભાવના સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારું લક્ષ્ય સંપૂર્ણ પ્રતિબદ્ધતા, પારદર્શિતા અને સંવેદનશીલતા સાથે પછાત વર્ગોના સર્વાંગી ઉત્થાન માટેની અમારી જવાબદારી પૂર્ણ કરવાનું છે.
હિન્દુસ્થાન સમાચાર / બૃજનંદન / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ