સમી-રાધનપુર હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત
પાટણ, 02 માર્ચ (હિ.સ.)સમી-રાધનપુર હાઈવે પર આવેલા વાવલ ગામ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર દંપતીમાંથી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે પુરુષને સામાન્ય ઈજા થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ રાધનપુર તરફ જતી કા
સમી-રાધનપુર હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત


પાટણ, 02 માર્ચ (હિ.સ.)સમી-રાધનપુર હાઈવે પર આવેલા વાવલ ગામ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર દંપતીમાંથી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે પુરુષને સામાન્ય ઈજા થઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ રાધનપુર તરફ જતી કાર અને સમી તરફથી આવતી એક્ટિવા વચ્ચે અગમ્ય કારણોસર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દંપતી રોડ પર પટકાયું હતું.

અકસ્માતા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યારે પુરુષને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande