
નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ચૈત્ર નવરાત્રીના આઠમા દિવસે માં મહાગૌરીના ચરણોમાં આદરપૂર્વક પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ મેળવ્યા.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, માં મહાગૌરીના ચરણોમાં લાખો પ્રણામ. તેમની દિવ્ય આભા દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લાવે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું,
“श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥”
આનો અર્થ છે: માં મહાગૌરી, જે સફેદ વૃષભ પર સવારી કરે છે, જે સફેદ વસ્ત્ર પહેરે છે, જે પરમ પવિત્ર છે અને જે ભગવાન શિવને પ્રસન્ન કરે છે, મને શુભ અને સુખાકારી આપે.
નવરાત્રીનો આઠમો દિવસ દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ, દેવી મહાગૌરીની પૂજા માટે સમર્પિત છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ