ભાવનગરમાં ભાજપની સ્થાનિક સ્વરાજ ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ.
ભાવનગર, 12 એપ્રિલ (હિ.સ.)ભાવનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠક ભાજપના ભાવનગર મહાનગર કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં મહાનગરના પ્રભારી કમલેશભાઈ મીરાણી ની આગે
બેઠક


ભાવનગર, 12 એપ્રિલ (હિ.સ.)ભાવનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠક ભાજપના ભાવનગર મહાનગર કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં મહાનગરના પ્રભારી કમલેશભાઈ મીરાણી ની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં કેન્દ્રિય રાજ્યકક્ષા ના મંત્રી નીમુબેન બાંભણીયા તથા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. બંને આગેવાનો દ્વારા કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ભાર મુકાયો હતો.બેઠક દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીની વ્યૂહરચના, પ્રચારની યોજના, મતદારો સુધી પહોંચવાના ઉપાયો તેમજ વોર્ડવાર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી

. કાર્યકરોને એકતા અને સંકલન સાથે કામ કરવાની સૂચના આપવામાં આવી હતી, જેથી ચૂંટણીમાં ભાજપ વધુમાં વધુ બેઠકો જીતે.આ બેઠકમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, મુકેશભાઈ ડાભી, નિલેશભાઈ રાવળ, ચૂંટણી સંકલન સમિતિના સંયોજક અમોભાઈ શાહ, સહ સંયોજક ચીમનલાલ યાદવ, ડી.બી. ચુડાસમા તેમજ અલ્પેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભાજપના ભાવનગર મહાનગરના તમામ વોર્ડના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. આ બેઠક દ્વારા ભાજપે સ્થાનિક સ્તરે ચૂંટણીની તૈયારીને વધુ વેગ આપ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande