ઉમરગામમાં જુગાર પર પોલીસનો દરોડો: ચાર ઈસમો રૂ.13,430 સાથે ઝડપાયા
વલસાડ , 12 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી ચાર ઈસમોને રોકડા રૂ.13,430 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, ઉમરગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે
સાંકેતિક ચિત્ર


વલસાડ , 12 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી ચાર ઈસમોને રોકડા રૂ.13,430 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, ઉમરગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે ગાંધીવાડીના શાંકેતનગર ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ આવેલી ખુલ્લી જગ્યાએ રેડ પાડવામાં આવી હતી. જ્યાં ચાર ઈસમો પત્તા પાનાથી જુગાર રમતા ઝડપાયા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.13,430 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

પકડાયેલા આરોપીઓમાં રાજેશ રામબદન ચૌહાણ, પ્રદીપ રામપ્રવેશ ચૌહાણ, કપિલ વિરેન્દ્રકુમાર યાદવ અને ઈમરાન મનખા ખાનનો સમાવેશ થાય છે, જે તમામ ઉમરગામ વિસ્તારના રહેવાસીઓ છે.

આ કાર્યવાહી ઉમરગામ પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande