રાષ્ટ્રપતિ મુર્મૂ આજે અને આવતીકાલે ગુજરાતની મુલાકાતે, 15-16 એપ્રિલ, મહારાષ્ટ્રમાં
નવી દિલ્હી, 13 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, આજે બે રાજ્યોની મુલાકાતે જવાના છે. તેઓ આજે અને આવતીકાલે ગુજરાત અને 15-16 એપ્રિલના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ પદવીદાન સમારંભ અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ સચ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 13 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, આજે બે રાજ્યોની મુલાકાતે જવાના છે. તેઓ આજે અને આવતીકાલે ગુજરાત અને 15-16 એપ્રિલના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ પદવીદાન સમારંભ અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર રાષ્ટ્રપતિ મુર્મૂ, આજે રાજકોટ ખાતે એઈમ્સના પ્રથમ પદવીદાન સમારંભમાં હાજરી આપશે. 14મી એપ્રિલે તેઓ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરના લોકભવન ખાતે 'સામાજિક સમરસતા મહોત્સવ' માં ભાગ લેશે. આ પછી રાષ્ટ્રીય સંરક્ષણ વિશ્વવિદ્યાલયનો પાંચમો પદવીદાન સમારંભ યોજાશે.

રાષ્ટ્રપતિ મુર્મૂ, 15 એપ્રિલના રોજ નાગપુરમાં એઈમ્સના બીજા પદવીદાન સમારંભમાં હાજરી આપશે. તેઓ રાષ્ટ્રીય પ્રત્યક્ષ કરવેરા અકાદમી ખાતે ભારતીય મહેસૂલ સેવા (આવકવેરો) ના અધિકારી તાલીમાર્થીઓની 78મી બેચના સમાપન સમારોહમાં પણ ભાગ લેશે. 16 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ વર્ધા ખાતે મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયના છઠ્ઠા પદવીદાન સમારંભમાં હાજરી આપશે.

હિન્દુસ્થાન સમાચાર /મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande