અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ
- અમરાઈવાડી વોર્ડમાં સેન્સ લેવા નિરીક્ષકો સમયસર પહોંચ્યા જ નહીં - પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારો માટે કુલ સાત જેટલા સ્થળો ઉપર સેન્સ લેવાનું શરૂ અમદાવાદ, 02 એપ્રિલ (હિ.સ.) : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, 26 એપ્રિલના રોજ
BJP's senate process begins for local body elections in Ahmedabad


- અમરાઈવાડી વોર્ડમાં સેન્સ લેવા નિરીક્ષકો સમયસર પહોંચ્યા જ નહીં

- પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારો માટે કુલ સાત જેટલા સ્થળો ઉપર સેન્સ લેવાનું શરૂ

અમદાવાદ, 02 એપ્રિલ (હિ.સ.) : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, 26 એપ્રિલના રોજ સમગ્ર રાજ્યમાં મતદાન થવું છે ત્યારે રાજકીય પક્ષોમાં ચહેલ પહલ વધી ગઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે.

અમદાવાદ મનપાના 48 વોર્ડ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા અંતર્ગત આજે 24 વોર્ડની શરૂ:થઈ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, ત્યારે ભાજપ દ્વારા પહેલાથી જ ઉમેદવારોને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે 2 એપ્રિલના રોજ રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. ગુજરાત ભાજપ દ્વારા કુલ 21 જેટલા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારો માટે કુલ સાત જેટલા સ્થળો ઉપર બે દિવસ ઉમેદવારી કરવા માંગતા તમામ કાર્યકર્તાઓ-નેતાઓને સાંભળવામાં આવશે.

આજે 2 એપ્રિલના રોજ જોધપુર, ચાંદખેડા, દરીયાપુર, નરોડા, અમરાઈવાડી-ઇન્દ્રપુરી, ભાઈપુરા-હાટકેશ્વર સહિતના 24 વોર્ડમાં ઉમેદવારી નોંધાવા માંગતા કાર્યકર્તાઓની પ્રક્રિયા લેવામાં આવશે.

આજે સેન્સ પ્રક્રિયામાં પૂર્વ કોર્પોરેટરોથી લઈને વોર્ડ પ્રમુખો, ઉપ-પ્રમુખો તેમજ પૂર્વ હોદ્દેદારો પણ દાવેદારી નોંધાવશે. બે દિવસ સુધી સેન્સ પ્રક્રિયા યોજાવાની છે, ત્યારે ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચશે તેવી શક્યતા છે.

દરિયાપુર વોર્ડમાં દાવેદારી કરવા માટે 50થી વધુ દાવેદારો રાણીસતી મંદિર પહોંચ્યા

શહેરના સૌથી વધારે લઘુમતી મતવિસ્તાર ધરાવતા એવા દરિયાપુર વોર્ડમાં દાવેદારી કરવા માટે 50થી વધુ મહિલા અને પુરુષ દાવેદારો અત્યારે રાણીસતી મંદિર ખાતે પહોંચ્યા છે.

આજથી અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા માટે જે ફોર્મ ભરાવવામાં આવે છે તેમાં દાવેદારીના ફોર્મ ઉપરાંત એક અન્ય ફોર્મ પણ ભરાવવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા ત્રણ ચૂંટણીની માહિતી ભરવાની છે જેમાં કયા વર્ષમાં ચૂંટણી લડ્યા છે. તેમાં હાર થઈ કે જીત થઈ તેની વિગતો ભરવાની રહેશે. અગાઉ કોઈ પદ મેળવી ચૂક્યા છે કે તેની પણ વિગતો આપવાની રહેશે.

દરિયાપુર અને શાહપુર બાદ સાંજે શાહીબાગ અને અસારવા વોર્ડ માટે નિરીક્ષકો દાવેદારોને સાંભળશે. અસારવા અને શાહીબાગ માટે દાવેદારો અત્યારથી જ પહોંચી ગયા છે અને પોતાના ફોર્મ ભરી રહ્યા છે.

શાહીબાગ ખાતે આવેલા રાણી સતિ મંદિરમાં લઘુમતી મત ધરાવનારા વોર્ડ એવા શાહપુર અને દરીયાપુર વોર્ડ માટે દાવેદારી નોંધાવવા માટે લોકો પહોંચ્યા હતા અને નિરીક્ષકો દ્વારા તેમને સાંભળવામાં આવ્યા હતા. સરસપુરના નિરીક્ષક પંકજ મહેતા, ચંદ્રશેખર દવે અને રેખાબેન ડુંગરાણી પહોંચતા સેન્સ પ્રક્રિયા શરૂ. અમરાઈવાડી વોર્ડમાં ગત ટર્મના પૂર્વ કોર્પોરેટર ઓમ પ્રકાશ બાગડી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા. લાકડીના ટેકે ચાલતા ચાલતા દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે.

અમરાઈવાડી વોર્ડ માટે દાવેદારી નોંધાવવા 50 દાવેદારો લાઇનમાં રાહ જોઈને ઊભા

ભાજપના ત્રણ નિમાયેલા નિરીક્ષકોમાંથી માત્ર એક જ નિરીક્ષક આવ્યા.એક જ નિરિક્ષર દ્વારા અમરાઈવાડી વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.સરસપુરમાં અમરાઈવાડી વોર્ડમાં દાવેદારી નોંધાવવા ભાજપના 25થી વધારે કાર્યકર્તાઓ દરવાજાની આગળ ઊભી રહી ગયા

અમરાઈવાડી વોર્ડમાં દાવેદારી નોંધાવવા 40થી વધુ દાવેદારો ફોર્મ લઈને હોટલના જમવાના ટેબલ ઉપર બેસી રાહ જોઈ રહ્યા છે.

અમદાવાદના સરસપુર વિસ્તારમાં અમરાઈવાડી, ઇન્દ્રપુરી અને ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ માટે હજી સુધી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી નથી. લોકો હોટલમાં જેમ જમવા માટે આવ્યા હોય અને રાહ જોતા હોય એમ સેન્સ પ્રક્રિયા શરૂ થવાની જમવાના ટેબલ પર બેસી રાહ જોઈ રહ્યા છે.

ખેતી બેંક ખાતે દાવેદારી નોંધાવવા માટે પ્રદેશના અને શહેરના હોદ્દેદારો નામ દાવેદારી કરવા પહોંચ્યા છે સવારથી 40થી વધારે ફોર્મ ચાંદલોડિયા વોર્ડ માટે ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.

સાયન્સ સિટી રોડ પર આર કે હોલ ખાતે નિરીક્ષક તરીકે આવેલા રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં તાલુકા જિલ્લા અને મહાનગરની ચૂંટણીની જાહેરાત થઈ છે. આજે અમદાવાદ સહિતની સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસ છે. સારા ઉમેદવાર આવે, મજબૂત નેતૃત્વ આવે એ રીતે ચયન પ્રક્રિયા કરશે. કાર્યકર્તાઓ પોતાની ઈચ્છા વ્યક્ત કરશે. પાર્લામેન્ટ્રી બોર્ડમાં ફાઇનલ ઉમેદવારોને નક્કી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande