પાટણમાં સ્વિમિંગ પુલ માટે ફોર્મ વિતરણ શરૂ, નાગરિકોમાં ઉત્સાહ
પાટણ, 02 એપ્રિલ (હિ.સ.)પાટણ શહેરના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે સ્વિમિંગ પુલ માટેના ફોર્મનું વિતરણ શરૂ થતાં જ મોટી સંખ્યામાં સ્વિમિંગ રસિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી અને અત્યાર સુધીમાં 1000થી વધુ ફોર્મનું વિતરણ કર
પાટણમાં સ્વિમિંગ પુલ માટે ફોર્મ વિતરણ શરૂ, નાગરિકોમાં ઉત્સાહ


પાટણ, 02 એપ્રિલ (હિ.સ.)પાટણ શહેરના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે સ્વિમિંગ પુલ માટેના ફોર્મનું વિતરણ શરૂ થતાં જ મોટી સંખ્યામાં સ્વિમિંગ રસિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી અને અત્યાર સુધીમાં 1000થી વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. સ્વિમિંગ શીખવા માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તંત્ર દ્વારા જણાવાયું છે કે 7 એપ્રિલ, 2026થી ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવશે. સ્વિમિંગ પુલ 16 એપ્રિલ, 2026થી કાર્યરત થશે અને નિયમિત સેશન શરૂ થશે. બહેનો માટે બપોરે 3:45 થી 4:45 વાગ્યા સુધીનો ખાસ સમય નક્કી કરવામાં આવ્યો છે.

ફી માળખા મુજબ સામાન્ય નાગરિકો માટે ફોર્મ ફી 50 રૂપિયા અને માસિક 600 રૂપિયા પ્રમાણે 4 મહિનાના 2400 રૂપિયા તેમજ 100 રૂપિયા આઈ કાર્ડ ફી મળી કુલ 2550 રૂપિયા ચૂકવવાના રહેશે. વિદ્યાર્થીઓ માટે માસિક 600 રૂપિયા સાથે 100 રૂપિયા આઈ કાર્ડ ફી મળી કુલ 700 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં તેમની બેચ 20 એપ્રિલથી 19 મે સુધી સવારે 8 થી 10 વાગ્યા સુધી ચાલશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande