પોરબંદરના સામુદ્રિક તરણ તાલીમ કેમ્પ' નું આયોજન કરાયું.
પોરબંદર, 21 એપ્રિલ (હિ.સ.) રમતગમત અને સાહસિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા પોરબંદરના ચોપાટી દરિયાકિનારે આગામી ઉનાળાના વેકેશન દરમિયાન એક વિશેષ “સામુદ્રિક તરણ તાલીમ કેમ્પ'' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્
પોરબંદરના સામુદ્રિક તરણ તાલીમ કેમ્પ' નું આયોજન કરાયું.


પોરબંદર, 21 એપ્રિલ (હિ.સ.) રમતગમત અને સાહસિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા પોરબંદરના ચોપાટી દરિયાકિનારે આગામી ઉનાળાના વેકેશન દરમિયાન એક વિશેષ “સામુદ્રિક તરણ તાલીમ કેમ્પ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આયોજિત આ કેમ્પમાં ભાઈઓ, બહેનો તથા બાળકો માટે દરિયામાં તરવાની અને સુરક્ષિત તાલીમ આપવામાં આવશે.

આ તાલીમની વિગત જાહેર કરતા આયોજકોએ જણાવ્યું છે કે, આ કેમ્પ 10 દિવસ સુધી ચોપાટી સ્વિમિંગ પોઇન્ટ ખાતે સવારેઃ 6:30 થી 8:30 સુધી તેમજ સાંજેઃ 3:00 થી 5:00 સુધી યોજાશે જેમાં રાજકોટના નિષ્ણાંત સ્વિમિંગ કોચ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવશે. દરિયાના મોજાંઓ વચ્ચે કેવી રીતે આત્મવિશ્વાસ સાથે તરવું, આપત્તિ સમયે સ્વબચાવ કેવી રીતે કરવો અને સ્ટેમિના કેવી રીતે વધારવો તે અંગે ઝીણવટભર્યું માર્ગ દર્શન આપવામાં આવશે.. Strength is life, Weakness is death ના સૂત્ર સાથે શારીરિક અને માનસિક મજબૂતી પર ભાર મૂકવામાં આવશે.

આ કેમ્પ દરેક વયજૂથ માટે ખુલ્લો છે. જેમાં નાના બાળકોથી લઈને યુવાનો અને બહેનો પણ ભાગ લઈ શકશે. પોરબંદરના સ્વિમિંગ પ્રેમીઓ માટે દરિયાઈ સ્વિમિંગ શીખવાની આ એક ઉત્તમ તક છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande