એએમએ દ્રારા દ્રિપક્ષીય સહયોગને વેગ આપવા માટે કેનેડિયન ટ્રેડ કમિશનર સાથે વિશેષ સંવાદ
અમદાવાદ,30 એપ્રિલ (હિ.સ.) મેપલ કન્ટ્રી (કેનેડા) અને ભારતના ગ્રોથ એન્જિન (ગુજરાત) વચ્ચેના આર્થિક સેતુને મજબૂત કરવાના હેતુથી, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા એએમએ કમિટીના સભ્યો અને અગ્રણી ઉદ્યોગ સાહસિકો સાથે મુંબઈ સ્થિત કેનેડાના કોન્સ્યુ
AMA holds special dialogue with Canadian Trade Commissioner to boost bilateral cooperation


અમદાવાદ,30 એપ્રિલ (હિ.સ.) મેપલ કન્ટ્રી (કેનેડા) અને ભારતના ગ્રોથ એન્જિન (ગુજરાત) વચ્ચેના આર્થિક સેતુને મજબૂત કરવાના હેતુથી, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા એએમએ કમિટીના સભ્યો અને અગ્રણી ઉદ્યોગ સાહસિકો સાથે મુંબઈ સ્થિત કેનેડાના કોન્સ્યુલેટ જનરલના પશ્ચિમ ભારતના સિનિયર ટ્રેડ કમિશનર એન્ડ્રુ મહારાજ અને અમદાવાદ સ્થિત કેનેડિયન ટ્રેડ ઓફિસના ટ્રેડ કમિશનર જોઆચિમ રોચા સાથે એક વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંવાદ કેનેડા-ભારત સંબંધોના બદલાતા પરિદ્રશ્ય અને 2026-2030ના ટ્રેડ રોડમેપમાં ગુજરાતની વિશિષ્ટ ભૂમિકા પર કેન્દ્રિત હતો. આ બેઠકે વ્યાપક આર્થિક ભાગીદારી કરારની પ્રગતિ અને વૈશ્વિક વેલ્યુ ચેઇનમાં એમએસએમઈના જોડાણ અંગે ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

ગુજરાત આપણી ઇન્ડિયા સ્ટ્રેટેજીના કેન્દ્ર સ્થાને છે. ક્લીન એનર્જી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કેનેડાની ક્ષમતાઓને અમદાવાદના ઔદ્યોગિક સ્કેલ સાથે જોડીને, માત્ર ચીજવસ્તુઓનો વેપાર નથી કરી રહ્યા—પરંતુ આપણે ટકાઉ ઉદ્યોગના ભવિષ્યનું સહ-સર્જન કરી રહ્યા છીએ.

એએમએના વાઇસ પ્રેસિડેન્ટ મોહલ સારાભાઈએ આભાર વિધિ અને સમાપન કરતાં મહાનુભાવોને સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું. આ સત્રના અંતે કોન્સ્યુલેટ અને એએમએ બંનેએ કેનેડાના બજારમાં વિસ્તરણ કરવા ઈચ્છતા વ્યવસાયો માટે નિયમિત કમ્યુનિકેશન ચેનલ સ્થાપિત કરવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત કાર્યક્રમો માટે કેનેડાની યુનિવર્સિટીઓ સાથે સહયોગ કરવા માટે ઇરછા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande