સુરતના ડીંડોલીમાં સામાન્ય ઝઘડો બન્યો ખતરનાક: દાતરડાથી હુમલાનો પ્રયાસ
સુરત, 04 એપ્રિલ (હિ.સ.) : સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવ નગર-3માં નાની બોલાચાલી અચાનક હિંસક ઘટનામાં ફેરવાઈ ગઈ. માહિતી મુજબ, એક યુવક દાતરડું લઈને સ્થળ પર પહોંચ્યો અને લોકોની ભીડ સામે જ એક વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાને કારણે વ
Surat


સુરત, 04 એપ્રિલ (હિ.સ.) : સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવ નગર-3માં નાની બોલાચાલી અચાનક હિંસક ઘટનામાં ફેરવાઈ ગઈ. માહિતી મુજબ, એક યુવક દાતરડું લઈને સ્થળ પર પહોંચ્યો અને લોકોની ભીડ સામે જ એક વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાને કારણે વિસ્તારમાં ગભરાટ અને ભાગદોડ મચી ગઈ હતી, જોકે સદભાગ્યે કોઈને ગંભીર ઇજા પહોંચી નથી.

ઘટના સમયે હાજર એક વ્યક્તિએ સમગ્ર બનાવને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં લોકોમાં ચકચાર મચી ગઈ. વીડિયોમાં યુવક દાતરડું લહેરાવતો જોવા મળે છે અને હુમલો કરવાની કોશિશ કરે છે. આશ્ચર્યજનક રીતે, ઘટનાના બાદ આરોપી નિર્ભય રીતે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

વિડિયો સામે આવ્યા બાદ ડીંડોલી પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી છે. કોઈ ફરિયાદી આગળ ન આવતાં પોલીસે સ્વયં ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, વીડિયો આધારે કેસને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી થઈ રહી છે.

તપાસ દરમિયાન આરોપીની ઓળખ થઈ ગઈ છે અને તેને પકડવા માટે વિવિધ ટીમો કામે લાગી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી લીંબાયતના રુસ્તમપુરા વિસ્તારનો રહેવાસી છે. પોલીસ ટેકનિકલ અને માનવીય માહિતીના આધારે તેની શોધખોળ કરી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ થશે એવી ખાતરી વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande