
ગીર સોમનાથ 11 મે (હિ.સ.) અભિવાદન સમારોહમાં ફોક, ક્લાસિકલ ફ્યુઝન નૃત્ય, દાંડિયા, તલવાર રાસ, માર્શલ આર્ટના માધ્યમથી સોમનાથનો ભવ્ય ઇતિહાસ રજૂ કરાયો હતો. સોમનાથ મંદિર ખાતે પ્રધાનમંત્રીશ્રીના આગમન પૂર્વે આયોજિત સમારોહમાં ૧૦૦ થી વધુ કલાકારોએ સોમનાથની યશોગાથાને નિરૂપણ કરતી ભવ્ય નૃત્ય નાટિકા રજૂ કરી હજારો દર્શકોના મન મોહી લીધા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા અને અભિવાદન ઝીલવા માટે આયોજિત ભવ્ય સમારોહમાં ક્લાસિકલ નૃત્ય આધારિત ઐતિહાસિક સોમનાથની પૌરાણિક ગાથા, વિદેશી આક્રમણો ,ખંડિત સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની સરદાર વલ્લભભાઈ પટેલની સંકલ્પના, સોમનાથના પુનઃ નિર્માણ સુધીની વાતોને ઓડિયો વિઝ્યુઅલ નૃત્યના માધ્યમથી વણી લેવામાં આવી હતી.
૧૦૦ થી વધુ કલાકારોએ વેશભૂષામાં ફ્યુશન નૃત્ય દાડિયારાસ તલવાર રાસ માર્શલ આર્ટના ફ્યુઝનથી આબેહૂપ પાત્રો ભજવી સોમનાથની ભવ્યતાની ઝાંખી રજૂ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ