કંડલામાં ફરી ગરમીનો પારો 45.2°C, ગરમી સિઝનનો રેકોર્ડ તોડશે
- 7 જિલ્લામાં પારો 43°Cને પાર, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જારી. અમદાવાદ, 11 મે (હિ.સ.) : ગુજરાતમાં 26 એપ્રિલને મતદાનના દિવસ બાદ સિઝનમાં બીજીવાર કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 45.2°C મહત્તમ તાપમાન નોંધાયું છે.રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે સાત
Kandla heats up again to 45.2°C, will break heat season record


- 7 જિલ્લામાં પારો 43°Cને પાર, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જારી.

અમદાવાદ, 11 મે (હિ.સ.) : ગુજરાતમાં 26 એપ્રિલને મતદાનના દિવસ બાદ સિઝનમાં બીજીવાર કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 45.2°C મહત્તમ તાપમાન નોંધાયું છે.રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે સાત શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. સુરેન્દ્રનગર ફરી 45°C સાથે રાજ્યમાં બીજી નંબરનું ગરમ શહેર નોંધાયું છે.

હવામાન વિભાગના જણાવ્યું અનુસાર, રાજ્યમાં હજુ ગરમીનો કહેર વધવાનો છે.

આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં હજુ 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી છે. એકથી બે દિવસની અંદર ચાલુ સિઝન અને ગત વર્ષની ગરમીનો રેકોર્ટ તૂટે તેવી સંભાવના છે.

આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°Cથી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 43°C, અમરેલીમાં 44°C, વડોદરામાં 44°C, રાજકોટમાં 44°C, સુરતમાં 42°C, ભાવનગરમાં 42°C, ભુજમાં 43°C, દાહોદમાં 41°C, ગાંધીનગરમાં 43°C, કંડલામાં 41°C અને પોરબંદરમાં 40°C મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.

IMD અનુસાર, દેશમાં સામાન્ય રીતે હીટવેવ ત્યારે થાય છે જ્યારે મેદાનોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયા કિનારાની નજીકના વિસ્તારોમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય છે.જો કોઈ વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હોય, તો તેને હીટવેવ કહેવામાં આવે છે અને જો તે 6.4 ડિગ્રી વધે તો તેને સિવિયર હીટવેવ કહેવામાં આવે છે.

એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદમાં અગનભઠ્ઠી જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

રવિવારે સવારે 11 વાગ્યે જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ હતી. આગામી 4 દિવસ દરમિયાન હવામાન વિભાગે

એકસાથે સક્રીય થયેલી ચાર સિસ્ટમથી શહેરમાં હીટવેવ રહેશે. પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફથી ગરમ અને સૂકા પવન, એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશન, પવનની ગતિ ઓછી થતા અને શહેરમાં ‘અર્બન હીટ આઇલેન્ડ’ની અસર વર્તાઈ રહી છે. 13 મેએ અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રીય થતાં 50 કિલોમીટરની ગતિના પવન ફૂંકાઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande