કાઠમંડુ એરપોર્ટ પર ટર્કિશ વિમાનમાં લેન્ડિંગ દરમિયાન આગ લાગી, તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત
કાઠમંડુ, નવી દિલ્હી, 11 મે (હિ.સ.). નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે સવારે ટર્કિશ એરલાઇન્સના એક વિમાનમાં લેન્ડિંગ દરમિયાન આગ લાગી હતી, જેને ફાયર બ્રિગેડ દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી. મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિ
કાઠમંડુ એરપોર્ટ પર ટર્કિશ એરનું વિમાન


કાઠમંડુ, નવી દિલ્હી, 11 મે (હિ.સ.). નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે સવારે ટર્કિશ એરલાઇન્સના એક વિમાનમાં લેન્ડિંગ દરમિયાન આગ લાગી હતી, જેને ફાયર બ્રિગેડ દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી. મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી. નેપાળ નાગરિક ઉડ્ડયન સત્તામંડળના માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે આ વાતની પુષ્ટિ કરી છે.

નાગરિક ઉડ્ડયન સત્તામંડળના માહિતી અધિકારી ભુલના જણાવ્યા અનુસાર, મુસાફરોને ઇમરજન્સી દરવાજો ખોલીને બહાર કાઢવામાં આવ્યા હતા. વિમાનમાં 4 બાળકો સહિત કુલ 277 મુસાફરો સવાર હતા. બચાવ કામગીરી દરમિયાન કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે. ઇસ્તંબુલથી કાઠમંડુ આવેલા TK 726 વિમાનના પૈડામાં આજે સવારે આશરે પોણા સાત વાગ્યે લેન્ડિંગ દરમિયાન આગ લાગી હતી.

વિમાન રનવે પર જ ઉભું રહી જવાના કારણે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની અવરજવર પ્રભાવિત થઈ છે. આ સમયે દિલ્હીથી આવી રહેલી એર ઇન્ડિયાની AI 215 અને શારજાહથી આવી રહેલી G9 536 ને કાઠમંડુના આકાશમાં જ હોલ્ડ પર રાખવામાં આવી હતી. ભૂટાનના પારોથી આવી રહેલી ડ્રુક એર, દુબઈથી આવી રહેલી ફ્લાય દુબઈ, કુઆલાલમ્પુર અને ગ્વાંગઝુથી આવી રહેલા નેપાળ એરલાઇન્સના વિમાનોને પણ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande