બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને બે શખસ વચ્ચે પથ્થરમારો અને લાકડીઓ વડે મારામારી
અમદાવાદ,11 મે (હિ.સ.) : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને બે શખસ વચ્ચે પથ્થરમારો અને લાકડીઓ વડે મારામારી ઘટના સામે આવી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને બે વ્યક્
બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને બે શખસ વચ્ચે પથ્થરમારો અને લાકડીઓ વડે મારામારી


અમદાવાદ,11 મે (હિ.સ.) : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને બે શખસ વચ્ચે પથ્થરમારો અને લાકડીઓ વડે મારામારી ઘટના સામે આવી.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને બે વ્યક્તિ વચ્ચે જાહેરમાં પથ્થરમારો અને મારામારીની ઘટનાના કારણે લોકોમાં ભય ઉભો થયો હતો. બાપુનગર વિસ્તારમાં હસનપીરની દરગાહ પાસે મોબાઈલ ગુમ થયા બાબતે બે વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. મોહમંદ યુસુફ ઉર્ફે ટકલા રાજપુત સાથે બોલાચાલી થઈ હતી. જેમાં યુસુફે છરી કાઢી અને બે વ્યક્તિઓ પર હુમલો કરી દીધો હતો.

બીજી તરફ સામેવાળી વ્યક્તિએ પણ દંડા વડે માર માર્યો હતો. બંને વચ્ચે મારા મારી અને પથ્થર મારો સર્જાયો હતો. જેના કારણે આસપાસના સ્થાનિક લોકોમાં પણ ભય ફેલાયો હતો. બાપુનગર પોલીસે ગુનો નોંધ્યો છે, જોકે હજી સુધી આરોપીઓની પોલીસે ધરપકડ કરી નથી.

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પન્ના એસ્ટેટ પાસે મણીલાલ મથુરદાસની ચાલીમાં મોહમ્મદ આઝમ તેના પરિવાર સાથે રહે છે તેનો નાનો ભાઈ પણ તેની સાથે રહે છે. રાત્રે 11 વાગ્યાની આજુબાજુ બાપુનગર હસન પીરની દરગાહ પાસે મોહમ્મદ આઝમ ઊભો હતો ત્યારે તેના નાના ભાઈનો મોબાઇલ ફોન ગુમ થયો તો જેની શોધખોળ કરી રહ્યા હતાં. ત્યારે મોહમ્મદ યુસુફ ઉર્ફે ટકલો ત્યાં આવ્યો હતો અને ઇસ્તિયાર સાથે મોબાઈલ ગુમ થવા બાબતે પૂછપરછ કરવા જાતા યુસુફ ઉશ્કેરાઈ ગયો હતો. બંને વચ્ચે બોલાચાલી અને ગાળા ગાળી થઈ હતી.

યુસુફને બોલાચાલી ન કરવા કહેતા ઉશ્કેરાઈને ગડદાપાટુનો માર માર્યો હતો અને છરી કાઢી મોહમ્મદ આઝમ પર હુમલો કર્યો હતો. તેનો નાનો ભાઈ વચ્ચે છોડાવા પડતા તેને પણ હાથમાં વાગ્યું હતું. યુસુફે ત્યાંથી જતા જતા બીજી વાર દેખાશે તો મારી નાખવાની ધમકી આપી હતી.

વધુ બોલાચાલી થતા પથ્થરમારો કર્યો હતો અને ઇજા થતા ત્યાંથી જતો રહ્યો હતો. જ્યારે મોહમ્મદ આઝમને પણ ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે બાપુનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી.

બીજી તરફ મોહમ્મદ યુસુફ દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે કે હસનપીર દરગાહ પાસે તેમના દીકરાને લઈને ઉભો હતો ત્યારે પડોશમાં રહેતો મોહમ્મદ આઝમ ત્યાં હાજર હતો અને તેના નાના ભાઈનો મોબાઇલ ફોન ગુમ થઈ ગયો હતો જે શોધખોળ કરતા મોબાઈલ ગુમ થવા બાબતે બોલા ચાલી અને ગાળા ગાડી થઈ હતી. જેમાં લાકડાનો ડંડો લઈને આવ્યો હતો અને એક ફટકો મારી દીધો હતો. પથ્થર પણ માર્યો હતો જેના કારણે થઈને માથામાં ઇજા થઈ હતી જેથી સારવાર માટે તેઓ હોસ્પિટલ ગયા હતા સમગ્ર મામલે બાપુનગર પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande