
અમદાવાદ,06 મે (હિ.સ.) એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે.એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ દ્વારા 153 કોલેજોમાં આગામી 8 મેથી 19 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ દ્વારા ધોરણ 10 પછી ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આગામી 8 તારીખથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો કે પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે 21થી 26 જુલાઈ સુધી ફરીથી ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ દ્વારા 153 કોલેજોમાં આગામી 8 મેથી 19 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 29 જૂનના પ્રિવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરવામાં આવશે. જે બાદ 29 જૂનથી 2 જુલાઈ સુધી મોકરાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવામાં આવશે.
5 ઓગસ્ટ સુધી બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
153 કોલેજોની 69,987 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે વર્ષ 2025માં 55.58 ટકા બેઠકો જ ભરાઈ હતી. કારણ કે 69,987 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ 38,901 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો હતો. તેમજ રીઝર્વ કેટેગરીની બેઠકો પર પ્રવેશ મેળવવા ઈચ્છુક અનામત કેટેગરીના ઉમેદવારોએ શાળા છોડયાનુ પ્રમાણપત્ર પણ આપવું પડશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ