એએમએ દ્રારા એઆઈ યુગમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટનું ભવિષ્ય વિષય પર કરિયર માર્ગદર્શન કાર્યક્રમ
અમદાવાદ, 06 મે (હિ.સ.) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા કરિયર માર્ગદર્શન આધારિત ઇમ્પેક્ટ સિરીઝ 2026ના ભાગરૂપે, 7 મેના રોજ એએમએ કેમ્પસ ખાતે એઆઈના યુગમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટનું ભવિષ્ય વિષય પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ
એએમએ દ્રારા એઆઈ યુગમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટનું ભવિષ્ય વિષય પર કરિયર માર્ગદર્શન કાર્યક્રમ


અમદાવાદ, 06 મે (હિ.સ.) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા કરિયર માર્ગદર્શન આધારિત ઇમ્પેક્ટ સિરીઝ 2026ના ભાગરૂપે, 7 મેના રોજ એએમએ કેમ્પસ ખાતે એઆઈના યુગમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટનું ભવિષ્ય વિષય પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ માર્ગદર્શન કાર્યક્રમમાં ડૉ. રાજેન્દ્ર શર્મા,પાર્થ તેમજ રોહિત કંડવાલ આ વિષય અંગે સંબોધન કરશે અને પોતાના વિચારો રજૂ કરશે.

આ કાર્યકમ ઉદ્યોગના નિષ્ણાતો તરફથી અમૂલ્ય માર્ગદર્શન અને નેટવર્કિંગની અપ્રતિમ તકો પ્રદાન કરશે. આ કાર્યકમ ભવિષ્યની તૈયારી કરી રહેલા અંતિમ વર્ષના વિદ્યાર્થી અથવા સ્પર્ધામાં ટકી રહેવા માંગતા અનુભવી પ્રોફેશનલ માટે ઉપયોગી છે.

ઇમ્પેક્ટ સિરીઝ 2026 દ્રારા એએમએ ઉદ્યોગના વિકાસ અને વ્યાવસાયિક કૌશલ્ય-નિર્માણ વચ્ચેના અંતરને દૂર કરવાનું કાર્ય કરી રહેલ છે, જેથી ઝડપથી બદલાતી દુનિયામાં કરિયરને ઊર્જાવાન બનાવવા, વિસ્તૃત કરવા અને બહેતર બનાવવા માટે વર્કફોર્સ સજ્જ બને. ઈમ્પેક્ટ સિરીઝ 2026 તમામ સત્રો ગુરુવારે યોજાશે, જેની પહેલા સાંજે 6.30 વાગ્યે 'નેટવર્કિંગ' યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande