રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેથી યલો એલર્ટ
અમદાવાદ,06 મે (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઉત્તર ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી છે. આજે ગરમીમાં ઘટાડો થશે, પરંતુ ઉકળાટનો અહેસાસ યથાવત્ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે,
રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેથી યલો એલર્ટ


અમદાવાદ,06 મે (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઉત્તર ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી છે. આજે ગરમીમાં ઘટાડો થશે, પરંતુ ઉકળાટનો અહેસાસ યથાવત્ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આજે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની નવી આગાહી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે, 5 મેના અમદાવાદ, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, મહિસાગર, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદો ખાબક્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં સાંજ પછી ભારે પવન અને આંધી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો વાવાઝોડાના કારણે વૃક્ષો પણ તૂટી પડ્યાં હતાં.

આજે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે રાજ્યના ઉત્તર ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી છે. આજે ગરમીમાં ઘટાડો થશે, પરંતુ ઉકળાટનો અહેસાસ યથાવત્ રહેશે. સાથે જ પવનની ગતિ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી શકે છે. જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પા jiરો 40°Cને પાર પહોંચ્યો હતો, તે પ્રમાણે હવે રાજ્યના લોકોને ગરમીથી થોડીક રાહત પણ મળી રહેશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આજે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

આજે રાતથી આજ સવાર સુધી રાજ્યના નીચે મુજબના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં તો સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં હળવા વાવાઝોડા સાથે વીજળી પડવાની અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

પ્રથમ દિવસની આગાહી બાદ, 6 મે સવારથી 12 મે સવાર સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સુકું રહેવાની શક્યતા છે.

ગરમી અને ભેજનું જોર વધશે

વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ જળવાઈ રહેશે. આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પારો 40°Cને વટાવી શકે છે. આગામી 9 મેથી 11 મે દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ કે બફારો અનુભવાઈ શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે સાંજના ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મોડસર, મોખાણામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જ્યારે અંજાર તાલુકાના હીરાપર સહિત આજુબાજુના ગામડાઓમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર વરસાદી પાણી વહી નીકળ્યા હતા. કમોસમી વરસાદને કારણે તલ, જુવાર, ઇસબગુલ, એરંડા, મગ, બાજરી સહિતના વિવિધ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

કચ્છના ભચાઉ તાલુકાના કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ, ચોબારી સહિતના ગામોમાં સોમવારે સાંજના અરસામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande