50 કરોડ ક્લબમાં સામેલ થઈ, ફિલ્મ 'રાજા શિવાજી'
નવી દિલ્હી, 08 મે (હિ.સ.) રીતેશ દેશમુખના દિગ્દર્શનમાં બનેલી ઐતિહાસિક ફિલ્મ ''રાજા શિવાજી'' બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રહી છે. હિન્દી અને મરાઠીમાં રિલીઝ થયેલી આ ફિલ્મે રિલીઝના સાતમા દિવસે 4 કરોડ રૂપિયાની કમાણી કરીને ઘરેલું બોક્સ ઓફિસ પર 52.65 ક
રીતેશ દેશમુખ-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 08 મે (હિ.સ.) રીતેશ દેશમુખના દિગ્દર્શનમાં બનેલી ઐતિહાસિક ફિલ્મ 'રાજા શિવાજી' બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રહી છે. હિન્દી અને મરાઠીમાં રિલીઝ થયેલી આ ફિલ્મે રિલીઝના સાતમા દિવસે 4 કરોડ રૂપિયાની કમાણી કરીને ઘરેલું બોક્સ ઓફિસ પર 52.65 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી લીધું છે.

ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની વીરગાથાને ભવ્ય અંદાજમાં રજૂ કરવામાં આવી છે, જેને દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. સંજય દત્ત, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન અને જેનિલિયા ડિસોઝા જેવા સિતારાઓથી સજ્જ આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ ચર્ચાનો વિષય બન્યો છે.

કામકાજના દિવસોમાં પણ 'રાજા શિવાજી'એ સ્થિર પ્રદર્શન કર્યું છે. ફિલ્મે સોમવારે 5.60 કરોડ, પાંચમા દિવસે 4.90 કરોડ અને છઠ્ઠા દિવસે 4.25 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો. હવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વીકેન્ડ પર ફિલ્મની કમાણીમાં ફરી એકવાર ઉછાળો જોવા મળશે અને તે રીતેશ દેશમુખની અગાઉની સુપરહિટ ફિલ્મ 'વેદ'નો રેકોર્ડ પણ તોડી શકે છે. ફિલ્મની ભવ્યતા, દમદાર સંવાદો અને ભાવનાત્મક વાર્તા દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં સફળ રહી છે.

બીજી તરફ, 'રાજા શિવાજી' સાથે રિલીઝ થયેલી સાઈ પલ્લવી અને જુનૈદ ખાનની ફિલ્મ 'એક દિન' બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. ફિલ્મે સાતમા દિવસે માત્ર 19 લાખ રૂપિયાની કમાણી કરી અને તેનો કુલ વ્યવસાય અત્યાર સુધી લગભગ 4 કરોડ રૂપિયા સુધી જ પહોંચી શક્યો છે. બીજી બાજુ અક્ષય કુમારની હોરર-કોમેડી 'ભૂત બંગલા'એ પોતાની મજબૂત પકડ જાળવી રાખતા 21મા દિવસે 1.75 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો છે. ફિલ્મ અત્યાર સુધી 150 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચૂકી છે અને સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande