
નવી દિલ્હી, 09 મે (હિ.સ.) અમીષા પટેલ ફરી એકવાર પોતાના નિખાલસ નિવેદનોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ શેર કરીને બોલિવૂડમાં વધી રહેલા 'ફેક પીઆર' કલ્ચર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ખાસ કરીને યુવા અભિનેત્રીઓને નિશાના પર લેતા આરોપ લગાવ્યો કે આજે સફળતા પ્રતિભાથી નહીં, પરંતુ પૈસા અને પીઆર ગેમ્સ દ્વારા મેળવવામાં આવી રહી છે.
અમીષાએ લખ્યું કે, ઘણી અભિનેત્રીઓ બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવ્યા વિના જ પોતાને સુપરસ્ટાર અને નંબર વન કહેવડાવવા માટે પીઆર ટીમ પર પૈસા ખર્ચ કરી રહી છે. તેમણે કહ્યું, પોતાને સુપરસ્ટાર ત્યારે જ કહો, જ્યારે તમે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હોય. ફક્ત સરેરાશ ફિલ્મો કરવાથી કે સેટ પર હાજર રહેવાથી કોઈ સ્ટાર બની જતું નથી. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે, આજના સમયમાં 100 કરોડ રૂપિયાનું કલેક્શન કોઈ મોટી સિદ્ધિ નથી રહી અને લોકોએ પોતાને નંબર વન કહેવડાવવા માટે પીઆર પર પૈસા ખર્ચવાનું બંધ કરવું જોઈએ.
પોતાની પોસ્ટમાં અમીષાએ યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા ક્રિટિક્સ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે કેટલાક નકારાત્મક યુટ્યુબર્સ સિતારાઓની ટીકા કરીને પોતાનું ઘર ચલાવે છે, તેથી તેમનાથી પરેશાન થવાની જરૂર નથી. સાથે જ અભિનેત્રીએ કહ્યું કે, એક કલાકાર ત્યારે જ ગ્લોબલ સુપરસ્ટાર બને છે, જ્યારે તે વિશ્વભરમાં મોટી હિટ ફિલ્મો આપે છે. તેમણે પોતાની ફિલ્મો 'કહો ના... પ્યાર હૈ', 'ગદર: એક પ્રેમ કથા' અને 'ગદર 2' નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ તેમની સોલો બ્લોકબસ્ટર ફિલ્મો છે, પરંતુ તેમની પીઆર મશીનરી હંમેશા નબળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ