સિદ્ધપુરના નાગરિકો માટે ખુશખબર: ‘Womup’ એપ લોન્ચ, ખરીદી સાથે આવકની તક
પાટણ, 07 જૂન (હિ.સ.)સિદ્ધપુરના નાગરિકો માટે ખુશખબર, રોજિંદા વપરાશ માટે ની ખરીદી માટે ‘Womup’ એપ્લિકેશન સિધ્ધપૂર ખાતે થી આજ રોજ તા. ૦૭ જૂન, ૨૦૨૬ ના રોજ લોન્ચ કરવામાં આવી. સિદ્ધપુરના નાગરિકોની સુવિધામાં વધારો કરતા, ઘરવખરી અને ગ્રોસરી (કરિયાણું) આઈટમ્
સિદ્ધપુરના નાગરિકો માટે ખુશખબર: ‘Womup’ એપ લોન્ચ, ખરીદી સાથે આવકની તક


સિદ્ધપુરના નાગરિકો માટે ખુશખબર: ‘Womup’ એપ લોન્ચ, ખરીદી સાથે આવકની તક


પાટણ, 07 જૂન (હિ.સ.)સિદ્ધપુરના નાગરિકો માટે ખુશખબર, રોજિંદા વપરાશ માટે ની ખરીદી માટે ‘Womup’ એપ્લિકેશન સિધ્ધપૂર ખાતે થી આજ રોજ તા. ૦૭ જૂન, ૨૦૨૬ ના રોજ લોન્ચ કરવામાં આવી. સિદ્ધપુરના નાગરિકોની સુવિધામાં વધારો કરતા, ઘરવખરી અને ગ્રોસરી (કરિયાણું) આઈટમ્સની ખરીદીને સરળ અને આધુનિક બનાવવા માટે ખાસ ડિઝાઇન કરાયેલી ‘Womup’ (વોમઅપ) મોબાઇલ એપ્લિકેશન આજ રોજ સિદ્ધપુર ખાતે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે.

ટેકનોલોજીના આ યુગમાં સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને એક મંચ પર લાવવાના ઉદ્દેશ્ય સાથે આ ડિજિટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે લોન્ચિંગ ના દિવસે આશરે ૩૦૦ થી પણ વધારે ગ્રાહકોએ વોમ અપ એપ્લિકેશન દ્વારા સિધ્ધપૂર હાઇવે પર તિરૂપતિ પ્લાઝા માં આવેલ યૂનિવર્સલ મેગા મોલ, રોયલ રજવાડા તથા યૂનિવર્સલ એકેડમી ની મુલાકાત લીધી અને ડિસ્કાઉન્ટ સાથે ખરીદીનો લાભ લીધો. Womup એપલીકેશન ગ્રાહકોને ખરીદીની સાથે ખરીદી કરો અને કરાવો ના માપદંડ પર આવકનો સ્ત્રોત મેળવવા માં પણ સહાયરૂપ થાય છે.

આ પ્રસંગે વોમઅપ તરફથી સી. ઇ. ઑ. ગીતા શાહ મેડમ, મેનેજિંગ ડિરેક્ટર મનીષ શાહ , એડમીન ડિરેક્ટર વિકાસ શાહ, ડેવલપમેંટ ડિરેક્ટર સી. એ. પોકાર તથા કારોબારી સદસ્ય સુરેશભાઇ પટેલ, કાંતિભાઈ પ્રજાપતિ તથા સ્થાનિક એડવોકેટ વિરલભાઈ ભટ્ટ, કોર્પોરેટર તેજલબેન દવે, જૈનબબેન તથા યુનિવર્સલ ગ્રુપના ભાગીદાર રોહિતભાઈ પટેલ, રોહિત સિંહ વગરે હાજરી આપી પ્રસંગ ને સફળ બનાવ્યો હતો. આ સાથે કૃષ્ણ બ્યુટી પાર્લર, અલંકાર હર સ્ટાઈલ, વેગેરે એ પણ વોમઅપ સાથે ની શરૂઆત સિધ્ધપૂર ખાતે આજરોજ થી કરેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande