પોરબંદરના લકડી બંદર અને મચ્છી માર્કેટ વિસ્તારમાં, વરસાદી પાણીના નિકાલ અંગે નિર્દેશ.
પોરબંદર, 07 જૂન (હિ.સ.)ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી હાલમાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને ફુલ એક્શન મોડમા
પોરબંદરના લકડી બંદર અને મચ્છી માર્કેટ વિસ્તારમાં  વરસાદી પાણીના નિકાલ અંગે  નિર્દેશ.


પોરબંદરના લકડી બંદર અને મચ્છી માર્કેટ વિસ્તારમાં  વરસાદી પાણીના નિકાલ અંગે  નિર્દેશ.


પોરબંદરના લકડી બંદર અને મચ્છી માર્કેટ વિસ્તારમાં  વરસાદી પાણીના નિકાલ અંગે  નિર્દેશ.


પોરબંદરના લકડી બંદર અને મચ્છી માર્કેટ વિસ્તારમાં  વરસાદી પાણીના નિકાલ અંગે  નિર્દેશ.


પોરબંદર, 07 જૂન (હિ.સ.)ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી હાલમાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને ફુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને શહેરમાં વરસાદી પાણી ભરાવા, ગંદકી તથા ડ્રેનેજ સંબંધિત સમસ્યાઓના કાયમી ઉકેલ માટે સતત મેદાનમાં ઉતરી કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે.

આ અંતર્ગત મેયર સાગરભાઈ મોદીએ મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ સાથે લકડી બંદર વિસ્તાર તથા મચ્છી માર્કેટ વિસ્તારમાં સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વિસ્તારની સફાઈ વ્યવસ્થા, નાળા-ગટરની સ્થિતિ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તથા ચોમાસા દરમિયાન સર્જાઈ શકે તેવી સંભવિત સમસ્યાઓ અંગે વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો અને વેપારીઓ તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને મેયરશ્રીએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પ્રિ-મોન્સૂન કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. શહેરના દરેક વિસ્તારમાં વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે તે માટે નાળા, ગટર અને ડ્રેનેજ લાઈનોની તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવશે.

મેયર સાગરભાઈ મોદીએ અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે, લકડી બંદર અને મચ્છી માર્કેટ વિસ્તારમાં કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, નિયમિત સફાઈ વ્યવસ્થા જાળવવામાં આવે તેમજ ગંદકીના કારણે લોકોના આરોગ્ય પર કોઈ પ્રતિકૂળ અસર ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવે. ઉપરાંત વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધરૂપ બનતા કચરા અને ગાદને દૂર કરીને પાણીનો ફ્લો વધુ ઝડપી અને સરળ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોરબંદર શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને ચોમાસા માટે સંપૂર્ણ રીતે તૈયાર બનાવવાના હેતુથી આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થળ મુલાકાતો કરીને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જ્યાં જ્યાં જરૂરી હશે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરીને નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે. આ કામગીરી થયા બાદ વોર્ડ ન. 6,7,8 સહીત ના વિસ્તાર માં વસવાટ કરતા લોકો ને લાભ થશે.

આ પ્રસંગે, પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનિષભાઈ શિયાળ, મ્યુનિસિપલ કોર્પોરેટર અફઝલભાઈ પટેલ, પ્રગ્નેશભાઈ જુંગી, મહાનગરપાલિકાના સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરના તમામ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરીને વેગ આપવામાં આવ્યો છે અને નાગરિકોને વરસાદી મોસમ દરમિયાન વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તંત્ર પ્રતિબદ્ધ હોવાનું મેયરએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande