
નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) સંસદનું માનસૂન સત્ર 20 જુલાઈથી શરૂ થશે, જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ શનિવારે એક્સ પર આ જાણકારી આપી હતી.
સંસદીય કાર્યમંત્રીએ જણાવ્યું કે, ભારત સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને, માનસૂન સત્ર 2026 માટે બોલાવવાની મંજૂરી આપી છે. આ સત્ર 20 જુલાઈથી શરૂ થઈને 13 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા, વિચારવિમર્શ અને નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે, ગયા બજેટ સત્ર પછીથી સંસદના બંને ગૃહોમાં સંખ્યાબળ સાથે જોડાયેલા સમીકરણોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. સત્તાપક્ષ વધુ મજબૂત થયો છે અને વિરોધપક્ષની સંખ્યા ઘટી છે. ઉપરાંત રાજ્યોમાં થયેલા ચૂંટણી પરિણામોની પણ અસર જોવા મળી શકે છે. એવા સંજોગોમાં સરકાર મહત્વપૂર્ણ, ખાસ કરીને સંવિધાન સંશોધન વિધેયક, પસાર કરાવવાનો પ્રયાસ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ